તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેઇઇ-મેઇન્સના પ્રવેશપત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ જેઇઇ મેન્સનાં એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. સ્ટુડન્ટ્સ પોતાના એડમિટ કાર્ડ એનટીએની ઓફિશિયલ વેબસાઇટ jeemains.nic.in પર જઇ ડાઉનલોડ કરી શકશે. જેઇઇ-મેન્સની પરીક્ષા 6થી 20 જાન્યુ. સુધી યોજાશે. આ પરીક્ષા એનટીએ દ્વારા પહેલી વખત લેવામાં આવે છે. જો એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ કોઇપણ માહિતી ખોટી હોય તો સ્ટુડન્ટ્સે તેની માહિતી એનટીએને તાત્કાલિક આપવાની રહેશે. જેના માટે એનટીએની વેબસાઇટ પર હેલ્પલાઇન નંબર 7042399521 અને 7042399521 અપાયા છે. એડમિટ કાર્ડ વગર પરીક્ષા આપવા દેવાશે નહીં. એડમિટ કાર્ડની પ્રિન્ટ એક્ઝામ સેન્ટર પર ક્રોસ વેરિફિકેશન કરીને લઇ જવી જરૂરી છે.

JEE Update

અન્ય સમાચારો પણ છે...