તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીતા ગોરડિયાની મિલકતના વેચાણમાં સુનાવણી ન રખાઈ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીતા ગોરડીયાના મિલકત પ્રકરણમાં ડે.કલેક્ટર દ્વારા મિલકત ખરીદનાર કે વેચનાર તેમજ પાડોશીની સુનાવણી કર્યા વગર જ અશાંતધારાની પરવાનગી આપી દિધી હોવાના આક્ષેપો લાગ્યા છે.અેસઅેસઆરડીના હુકમ તેમજ નિયમ પ્રમાણે ડે.કલેક્ટરે અરજદારોની સુનાવણી રાખી ન હોવા છતા આ અંગે કોઈ તપાસ નહી કરાતા તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે બીજી તરફ ગીતા ગોરડીયા દ્વારા મુંબઈના વેપારી ફૈઝલ ફઝલાણીને બંગલો વેચી દેતા સ્થાનિક રહિશોના વિરોધ બાદ અશાંત ધારાની પરવાનગી અંગે મહેસુલી અપીલ અને રિવિઝન ડિપાર્ટમેન્ટની સુચના પ્રમાણે કામગીરી નહી થતા હવે મામલો હાઈકોર્ટ સુધી પણ પહોચી શકે તેમ હોવાનું સરકારી તંત્રના સુત્રો જણાવી રહ્યાં છે. અશાંતધારામાં હવે જે વિસ્તારો અશાંત નથી તેવા વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે. જ્યારે અશાંતધારા કિસ્સામાં પ્રાથમીક તપાસ પોલીસ અને તલાટીઅે કરવાનીહોય છે તે અાધારે મામલતદારે અહેવાલ તૈયાર કરી ડેપ્યુટી કલેક્ટરને સુપ્રત કરવાનો હોય છે.

તે બાદ નિયમ પ્રમાણે ડેપ્યુટી કલેક્ટરે મિલકત ખરીદનાર-વેચનાર અને પાડોશીઓને સુનાવણી માટે બોલાવી સાંભળવાના હોય છે. તેમ છતાં ગીતા ગોરડીયાના કેસમાં ડે.કલેક્ટરે આ પ્રક્રિયા કરી નથી. જ્યારે માત્ર તલાટીની બદલી કરી વહીવટી તંત્રઅે સંતોષ માન્યો હોવાનું સરકારી તંત્રમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...