તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Hc Chief Justice Will Be Able To Reduce The Lawyers39 Meeting Arrangement 075100

વકીલોની બેઠક વ્યવસ્થા માટે ઘટતું કરવા HC ચીફ જસ્ટિસની ખાતરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા બાબતે વકીલ મંડળ દ્વારા પ્રતિક ઉપવાસ ચાલી રહ્યાં છે ત્યારે ગઇકાલે બાર કાઉન્સિલ અોફ ગુજરાતના સભ્ય અને વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ વહેલી તકે વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઅાત કરી હતી. ચીફ જસ્ટિસે પણ વડોદરાના નવા કોર્ટ સંકુલમાં ઝડપથી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ કરાશે અને જરૂર પડ્યે વધુ રૂમો વકીલોની બેઠક વ્યવસ્થા માટે ફાળવવામાં અાવશે તેમ જણાવ્યું હતું. ગઇકાલે બાર કાઉન્સિલ અોફ ગુજરાતના તમામ સભ્યો ચીફ જસ્ટિસને મળ્યાં હતા બાર કાઉન્સિલના મેમ્બર અને વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલીન પટેલ તેમજ પૂર્વ ઉપપ્રમુખ રણજીતસિંહ રાઠોડે ચીફ જસ્ટિસ અનંત દવે સમક્ષ વડોદરાના નવા કોર્ટ સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ કરવા રજૂઅાત કરી હતી.ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, નવા કોર્ટ સંકુલમાં નવા અેડવોકેટ હાઉસ બનાવાશે જેમાં તમામ વકીલોને સમાવાશેે તેમ કહી નવુ અેડવોકેટ હાઉસ બને ત્યાં સુધી વકીલોની બેઠક બાબતે વધુ રૂમની ફાળવણી કરાશે તેમ જણાવ્યું હતું.

બેઠક વ્યવસ્થા માટે વકીલોની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ્આત

અન્ય સમાચારો પણ છે...