તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Hanumanjan Pratyotsav Is Celebrated In The City By Chaitra Poonam 073533

ચૈત્ર પૂનમે શહેરમાં હનુમાનજીનાે પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્ર સુદ પુર્ણીમાંના રોજ હનુમાન જયંતીની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. હનુમાનજીના ભક્તો દ્વારા તેમના પ્રાગટ્ય દિવસના રોજ અલગ અલગ સ્થળ પર સુંદરકાંડ પણ કરાવવામાં આવશે. જ્યારે શહેરના પ્રખ્યાત હનુમાનજીના મંદિરમાં પણ સવારથી રાત્રી સુધી હનુમાનજીના વિવિધ શણગાર કરી ભક્તોને દર્શન કરાવવામાં આવશે. જ્યારે ભક્તો માટે સુખડી,બુંદી અને શ્રીફળના પ્રસાદની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

જ્યોતીષ શાસ્ત્રી નયનભાઈ જોશીએ હનુમાનજયંતી અંગે વિશેષમાં જણાવ્યું કે, ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીના ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય અને પુર્ણીમાના રોજ હનુમાનજીનું પ્રાગટ્ય દિવસ. ભક્તો માટે આ વિશેષ મહત્વનો યોગ છે. હનુમાનજી ચીરંજીવી છે,રામભક્તિમાં લીન છે,અને કુશાગ્રહ તીવ્ર બુધ્ધીના સ્વામી છે. હનુમાનજી મહારાજના શક્તિ-બુધ્ધી અને ભક્તિના સમન્વયથી વાનર સેનાનો સહકાર મેળવી ભગવાન શ્રીરામચંદ્ર રાવણનો વધ કરી શકે છે. રામ સેતુના કાર્યમાં મોટા-મોટા પર્વતો-શીલાઓને લાવીને રામસેતુનું કાર્ય પણ હનુમાનજીએ પુર્ણ કર્યું છે. આનો એક અર્થ જે સેતુ બની ભવસાગરને પાર કરાવે તે હનુમાનજી છે. ગમે તેવા કપરાં સંજોગામાં પણ પોતાની ઉચ્ચતમ વિચાર-બુધ્ધી-શક્તિથી શત્રુઓને પરાસ્ત કરી પોતાના સ્વામીને યશમાન અપાવે તે હનુમાનજી છે. હનુમાનજીના આ વિશેષ પર્વ પર હનુમાનચાલીસાના પાઠ કરવા,સુંદરકાંડ,હનુમાનવડવાનલ જેવા સ્ત્રોત્રથી હનુમાનજીની સ્તુતી વંદના કરવી જોઈએ. શનિગ્રહની પનોતીની નિવૃત્તિ માટે તેલ,કાળા અડદ, સિંદુર હનુમાનજીના ચરણમાં ચઢાવવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...