તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવકના મોબાઇલમાંથી UPI મારફતે ગઠિયાઅે રૂા.79 હજાર ઉપાડી લીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંક ઓફ બરોડામાંથી બોલું છું તેમ કહી ગઠિયાઅે યુવકના મોબાઇલ અેપ પર ટીમ વ્યૂઅર અેપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ યુપીઆઇ મારફતે રૂ.1 ટ્રાન્સફર કરાવી અાઇડીબીઆઇ તેમજ બેંક ઓફ બરોડાના ખાતામાંથી કુલ રૂ.79,511 ઉપાડી લેતાં સાઇબર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સાઇબર ક્રાઇમના જણાવ્યા અનુસાર, રાવપુરા મહાવીર સ્વામીની પોળમાં રહેતો અંકિત ગાંધી (ઉ.વ.27) મકરપુરા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી કરે છે. જ્યારે યુવકનું જ્યુબિલી બાગની આઇડીબીઆઇ બ્રાંચ અને રાવપુરા બીઓબીની બ્રાંચમાં અેકાઉન્ટ આવેલું છે.

યુવકની ફરિયાદ છે કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 વાગે તેના પિતાના મોબાઇલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામેથી અેક વ્યક્તિઅે બીઓબીની હેડઓફિસથી બોલતો હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિઅે યુવકના પિતાને જણાવ્યું હતું કે, તમારું અેટીઅેમ કાર્ડ 2 વર્ષથી બંધ છે અને આ કાર્ડમાં તમારું જોઇન્ટ અેકાઉન્ટ આવેલું છે. જેમાં અંકિત ગાંધી, દુષ્યંત ગાંધી, સંગીતા ગાંધી અને ધ્રુવી ગાંધીનાં નામ છે. યુવકના પિતાને તેની પર વિશ્વાસ આવી ગયો હતો.

મોબાઇલ પર રહેલી વ્યક્તિઅે યુવકના પિતાને યુપીઆઇ મારફતે રૂ.1 ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. પરંતુ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ન આવડતું હોવાથી પિતાઅે તેમના પુત્રનો નંબર આપ્યો હતો. જેથી થોડી વાર બાદ યુવકના મોબાઇલ પર આ વ્યક્તિઅે ફોન કરીને સંપૂર્ણ વાત જણાવી યુપીઅાઇ મારફતે રૂ.1 ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું.

જ્યારે સામે રહેલ વ્યક્તિઅે યુવકના મોબાઇલ પર ટીમ વ્યૂઅર નામની અેપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવી હતી. જેમાં આવેલો આઠ આંકડાનો કી નંબર યુવકે આ વ્યક્તિને આપી દીધો હતો. સામે રહેલા વ્યક્તિઅે યુવકના મોબાઇલનો અેક્સેસ મેળવી લઈને અેક લિંક મોકલાવી હતી. જે લિંક યુવકે ઓફન કરતાં તેમાં બેંક ઓફ બરોડાનું ફોર્મ ખૂલતાં યુવકે તે ફોર્મ ભરી દીધું હતું. જે બાદ યુવકે ગૂગલ પે થી રૂ.1 ટ્રાન્સફર કરી દીધો હતો. જે બાદ યુવકે તેના મોબાઇલમાંથી ટીમ વ્યૂઅર અેપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી.

આ સંપૂર્ણ ઘટના બાદ 7 ફેબ્રુઆરીના રોજ સવારે 11:02 કલાકે યુવકના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.50 હજાર તેમજ અાઇડીબીઆઇના ખાતામાંથી રૂ. 4500 મળીને રૂ. 79,510 યુપીઆઇ મારફતે ટ્રાન્સફર થયાના મેસેજ આવ્યા હતા. જ્યારે જે નંબર પરથી યુપીઆઇ થયા હતા તે નંબરે ફોન કરતાં સામાવાળાઅે જણાવ્યું હતું કે, સર્વરનો પ્રોબ્લેમ છે. જેથી રૂપિયા કપાઈ ગયા છે. જ્યારે 8 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યા સુધી આવી જશે તેમ કહી ફોન મૂકી દીધો હતો. જ્યારે રૂપિયા પરત ન આવતાં યુવકે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

ભેજાબાજને ફોન કરતા સર્વરનો પ્રોબ્લેમ હોવાથી રૂપિયા કપાયાનું જણાવ્યું

બેંક ઓફ બરોડામાંથી બોલું છું તેમ કહી ટીમ વ્યૂઅર અેપ ડાઉનલોડ કરાવી

અન્ય સમાચારો પણ છે...