તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Gujarati Punjabi Chinese Pizza Eaten Nutrition Stopped Heart Disease Increased 075641

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતીઓ પંજાબી, ચાઇનીઝ, પિત્ઝા ખાતાં થયાં, પોષણ મળતું બંધ થયું, હૃદયરોગ વધ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જ્યાં જન્મ થયો ત્યાંના આહારની જગ્યાએ અન્ય પ્રદેશનો આહાર લીધો તે ખોટું કર્યું

ડો. કે.કે. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હૃદયનાં રોગો વધુ જોવા મળે છે. તેનું કારણ લાઇફસ્ટાઇલ છે. માણસે શરીરને અનુકુળ આહાર-વિહાર કરવો જોઇએ. જે દેશમાં જન્મ થયો હોય એ ત્યાંના આહાર-વિહારની જગ્યાએ શોખને કારણે માણસની લાઇફસ્ટાઇલ બદલાઇ રહી છે. પહેલા દીવાબત્તી હતા ત્યારે માણસ સંધ્યાકાળે સુઇ જતો, લાઇટ આવ્યા પછી મોડેસુધી કામ કરે અને વહેલા ઉઠવાની જગ્યાએ મોડા ઉઠે છે. આ ચેન્જીસને કારણે શરીરનાં અવયવો અને ધાતુનુ પોષણ પુરતા પ્રમાણમાં થતું નથી અને ખોરાકની અનિયમિતતાનાં કારણે પાચનશક્તિ નબળી પડે તેના કારણે શરીરના બ્રેઇન, કિડની, હાર્ટને પુરતા પ્રમાણમાં પોષણ ના મળે તેના કારણે રોગો થાય છે.

ભારતની સાંસ્કૃતિક ધરોહરથી બેક્ટેરિયા અને જીવાતો દૂર રહે તેવું કાપડ લવિંગ, તજ, મરી, લીમડાના પાન, તુલસીના અર્કથી બનાવ્યું

research for heritage
સિટી રિપોર્ટર . વડોદરા


મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમેલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ડીપાર્ટમેન્ટ ઓફ ક્લોધીંગ એન્ડ ટેક્સટાઇલના પીએચડી સ્કોલર અંકીતા શ્રોફ દ્વારા એન્ટિ-માઇક્રોબાયલ અને ઇંસેક્ટ રિપલેન્ટ કાપડનું સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનનો હેતુ ભારતના સમૃદ્ધ પરંપરાગત અને વારસાની વસ્તુઓને જંતુઓ, સૂક્ષ્મજીવાણુઓ, ધૂળ અને અન્ય દૂષણોથી બચાવવાનો છે. આ એન્ટિમાઇક્રોબાયલ અને ઇંસેક્ટ રિપલેન્ટ કાપડનો ઉપયોગ મ્યુઝીયમ તેમજ અવી અનેક જગ્યાઓ જ્યાં આપણા વારસા તેમજ સંસ્કૃતીની અમુલ્ય વસ્તુઓ સાચવવામાં આવે છે ત્યાં કરવામાં આવશે.

અધ્યાત્મ રામાયણ મોહિનીઅટ્ટમ ડાન્સ બેલેનું આયોજન

સિટી રિપોર્ટર | નૃત્યોદય ચેરિટેબલ ટ્રસ્ટનાં રામ હૃદયમ દ્વારા અધ્યાત્મ રામાયણ મોહિનીઅટ્ટમ ડાન્સ બેલેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કર્યક્રમ 15 માર્ચ રવિવારનાં રોજ સાંજે 7:00 કલાકે એમ્ફિથિયેટર સયાજીબાગ ખાતે યોજાનાર છે. આ અધ્યાત્મ રામાયણનો કોન્સેપ્ટ અને કોરિયોગ્રાફી ડો. એશ્વર્યા વારીયરે કરી છે. મ્યુઝિક પદ્મભૂષણ કેવલમ નારાયણ પન્નિકર અને એન.એન.શિવપ્રસાદે કર્યું છે. ડો. એશ્વર્યા વરીયર, મણીમરન ઇલાંગોવન, અરૂનિમા મુરાલી, ક્રિષિકા ગર્ગ અને શગુન કિશન, મન્જીમા પી. આર્ટીસ્ટ છે.

‘સફર સયાજી સિટી કા’ હેરિટેજ વોક

સિટી રિપોર્ટર | સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 157મી જન્મ જયંતિ નિમિત્તે રોટ્રેક્ટ ક્બલ ઓફ વડોદરા દ્વારા ‘સફર સયાજી સીટી કા’ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેરિટેજ વોક 15 માર્ચ રવિવારનાં રોજ સવારે 6:30 કલાકે ન્યાયમંદિર પદ્માવતી શોપીંગ સેન્ટર ખાતેથી યોજાશે. આ હેરિટેજ વોકમાં શહેરના હેરિટેજ સ્થળોની મૂલાકાત લઇ ત્યાંની વિશેષતા અને કયા કારણોસર તે હેરિટેજ સ્થળ તરીકે ઓળખાય છે તેની માહિતી આપવામાં આવશે.

મોતીબાગમાં ક્રિકેટ સમર કેમ્પ યોજાશે

સિટી રિપોર્ટર | મોતીબાગ ક્રિકેટ ક્લબ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પ 2 એપ્રિલથી 25 જૂન સુધી અંડર-12, 14, 16 અને 19 વય જૂથના ક્રિકેટરો માટે યોજાનાર છે. આ સમર કેમ્પમાં અનુભવી કોચ દ્વારા ક્રિકેટનું કોચીંગ આપવામાં આવશે તેમજ પ્રત્યેક ખેલાડીનું વ્યક્તિગત એનાલીસીસ પણ કરવામાં આવશે. આ સમર કેમ્પ માટેનું એનરોલમેન્ટ ફોર્મ 15 માર્ચથી મોતીબાગ ક્લબની ઓફિસમાંથી સવારે 9:30થી 12:30 કલાકે અને સાંજે 4:30થી 6:30 કલાક સુધી મળી શકશે.

વેસ્ટ ડેનિમની ટ્રાવેલ મોબાઇલ ચાર્જિંગ બેગ બની

તૃતીય વર્ષની વિદ્યાર્થીની આસ્થા કકડે જણાવ્યું હતું કે, ઇન્ટર્નશિપ સમયે મે ડેનિમનાં વેસ્ટ મટિરિયલને કિલોનાં ભાવે વેચતા જોયા. તે જોઇને મને વિચાર આવ્યો કે આ વેસ્ટ મટિરીયલની ઘણી વસ્તુ બની શકે. મે વોલ હેગીંગ, બેગ, ટ્રાવેલીંગમાં મોબાઇલ ચાર્જની બેગ, ફેબ્રીક મટીરીયલમાંથી જ્વેલરી પણ બનાવી છે. જ્વેલરીમાં નેચરલ ડાઇ ફેબ્રીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વેસ્ટ કાર્ડબોર્ડ, કાપડનાં ટુકડા, તારમાંથી હેન્ડ મેડ નેકલેસ એક દિવસમાં તૈયાર કર્યાં

fashion technology
સિટી રિપોર્ટર . વડોદરા


MSUની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સનાં ઇન્સ્ટિટ્યૂટટ ઓફ ફેશન ટેક્નોલોજીનાં બેચલર્સના વિદ્યાર્થીઓએ ગાર્મેન્ટ ટેક્નોલોજી પ્રોગ્રામ આવરણ 2.0 એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. જે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળે અને તેઓ જાતે કોઇ પણ વસ્તુ, ડિઝાઇન ક્રિએટ કરતા થાય તે માટે યોજવામાં આવ્યું છે. આવરણ 2.0 એક્ઝિબિશનમાં 40 વિદ્યાર્થીઓના 500થી વધુ સમર કલેક્શન અને જ્વેલરી પ્રદર્શિત કરાઇ છે. બીજા વર્ષનાં વિદ્યાર્થી વિનેસ જમને કોટન ફે્બ્રીક અને પીવીસી ફેબ્રીકમાંથી ક્યુશન અને જેકેટ બનાવ્યા છે. આ ક્યુશનનો આઇડિયા ઇન્ટરનેટ અને લોકોની ડિમાન્ડ દ્વારા આવ્યો હતો. તેમજ વેસ્ટ કાર્ડબોર્ડ અને ટ્રેલર પાસે વધેલા કાપડનાં નાના-નાના ટુકડા અને વેસ્ટ તારનાં ઉપયોગથી નેકલેસ બનાવ્યો છે.

મેડિકલ, હેલ્થ પરના પ્રોજેક્ટને GTU 2 લાખ સુધી ફંડ આપશે

ideathon
સિટી રિપોર્ટર . વડોદરા


મેડિકલ, હેલ્થકેરના પ્રોજેક્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આઈડિયાથોન યોજાઈ હતી. જેમાં વડોદરા તેમજ અન્ય શહેરોના કોલેજ વિદ્યાર્થીઓના 15 આઈડિયાની પસંદગી કરવામાં આવી હતી. જીટીયુના વિદ્યાર્થી ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ આઈડિયાથોનમાં પોતાના આઈડિયા સબમિટ કરાવી શકે છે. આઈડિયાથોન માટે ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટ્સને અત્યારે અપ્રોચ કરાયો છે. આ વખતે 85 આઈડિયામાંથી 15ને શોર્ટ લિસ્ટ કરાયા હતા. વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ આપવા આઈડિયાથોનનું આયોજન કરવામાં આવનાર છે.

પ્રોગ્રામ વિશે એ બધું જ જે તમે જાણવા માંગો છો

} આ રીતે આઈડિયા સબમીટ કરો | 365 દિવસમાં ગમે ત્યારે ભાગ લઈ શકાય છે જે માટે જીટીયુની વેબસાઈટ પરથી કે જીટીયુમાં પહોંચી આઈડિયા સબમિટ કરાવી શકો છો.

} પસંદગી થયા બાદ શું પ્રોસેેસ હોય છે? | દર છ મહિનામાં કે એક વર્ષમાં આઈડિયાથોન યોજાશે. જેમાંથી પીચ કરાયેલા બેસ્ટ આઈડિયાને જીટીયુ ઈન્ક્યુબેશન સેન્ટર ફંડ, ટેક્નિકલ સપોર્ટ, મેન્ટરશિપ આપશે.

} કેટલું ફંડ મળશે? | આ પ્રોજેક્ટ માટે 2 લાખ સુધીનું ફંડ અત્યાર પૂરતુ રખાયું છે. જરૂર પડે ત્યાં ફંડ વધારી પણ શકાશે.

સ્ટાર્ટઅપની ચેલેન્જમાં ભાગ લઈને જીતી શકો 2 લાખ રૂપિયા

startup challenge
સિટી રિપોર્ટર . વડોદરા


જો તમે સ્ટાર્ટઅપ ચલાવો છો અને નવા ફિલ્ડમાં કંઈક અલગ કરવા માંગો છો તો આ ન્યૂઝ તમારી માટે છે. ભારત સરકારના શિપિંગ વિભાગ તરફથી સાગરમાલા સ્ટાર્ટઅપ ચેલેન્જનું આયોજન થઈ રહ્યું છે. તેમાં ભાગ લેનારાઓને અલગ અલગ ફિલ્ડમાં પ્રૂફ ઓફ કન્સેપ્ટ આપવાનો રહેશે. તેમાં ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા, ઈન્ટરનેટ ઓફ થિંક્સ, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગનો સમાવેશ થયો છે. આ કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે 30 માર્ચ સુધીમાં એપ્લાય કરી શકાય છે. આ ચેલેન્જના વિજેતાઓને 2 લાખ રૂપિયા પુરસ્કાર અપાશે. વધારે જાણકારી માટે મેરી સરકાર વેબસાઈટ પર વિઝિટ કરી શકાય છે.

મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ તરફથી હેન્ડલૂમ એવોર્ડ માટે પણ એપ્લિકેશન મંગાવાઈ છે. તે માટેની એપ્લિકેશન 21 માર્ચ સુધીમાં કરી શકાય છે. આ હેન્ડલૂમ એવોર્ડ 2018 માટે અપાશે. તેની માટેના સૂચનો મેરી સરકાર વેબસાઈટ પરથી મળી શકે છે.

ધન શું છે?

તેનો જવાબ આપવો સહેલો નથી, પરંતુ તમિલ કવિ તિરૂવલ્લુવર તેની પારંપરિક પરિભાષાને જાણતા નથી. તેનું કહેવું છે કે એકમાત્ર અવિનાશી ધન વિદ્યા છે. ધનને માત્ર ભૌતિક સંપદાના રૂપમાં જોવાની બદલે, તિરૂવલ્લુવર સારા કાર્યો અને ધાર્મિક રીતે જીવવા માટે ધનના રૂપમાં જૂએ છે.

તિરૂવલ્લુવર કહે છે કે વિદ્વાનો અને ઇમાનદાર લોકોની વાતો સાંભળવી જોઇએ, કેમકે સાંભળવાની કળાથી જ્ઞાનના ધનને કમાવી શકાય છે. તે ધનની શ્રેણીમાં વિનમ્રતાને પણ સામેલ કરી શકાય છે. જો કોઇની પાસે અત્યંત અધિક વસ્તુઓ છે, તો વિનમ્રતા એક અતિરિક્ત ધન વસ્તુઓ બની જાય છે. રસપ્રદ છે કે ઇચ્છાની ઉણપને પણ ધન માને છે, કેમકે અત્યંત અધિક ઇચ્છા લાલચની બાજૂ લઇ જાય છે.

એવું આથી, કેમકે પુર વિદ્યાને વહાવી શકતું નથી, આગ તેને સળગાવી શકતું નથી, ચોર ચોરી કરી શકતું નથી અને આ બીજાની સાથે વહેંચવાથી ક્યારેય ઓછું થતું નથી. તો હવે તમને ખબર પડી ગઇ હશે કે ધન શું છે.

સામાજિક ચિંતાઓ, અતિપોષણ, કુપોષણ થવાથી શરીરનાં વાઇટલ ઓર્ગન નબળાં પડે છે, હૃદયરોગ ઊભો થાય છે

04

રિસર્ચનું કેટલુંક કાર્ય કેેનડામાં કર્યું

ડો. નિતિન કામત

આ કાપડને 30 વખત ધોવામાં આવે તો પણ તેમાંથી અર્ક સંપૂર્ણ નાબૂદ થઇ શકતો નથી

Glamour

નકામા કપડાં અને દોરામાંથી વિદ્યાર્થિનીઓએ 47 પ્રકારની જ્વેલરી બનાવી

03

પૂર્વ વિદ્યાર્થીઓની ટેક્નોલોજી ફેકલ્ટીને એમ્ફિ થિયેટરની ભેટ

City life

રિસર્ચ | મ્યૂઝિયમ-ઘરમાં અમૂલ્ય ચીજો સાચવવા માટે અત્યાર સુધી તમાકુ અને વનસ્પતિનો ઉપયોગ થતો પરંતુ તે પૂર્ણ સુરક્ષિત ન હતું

MSUની ફેશન ટેક્નોલોજીનાં વિદ્યાર્થીઓએ સમર કલેક્શન-જ્વેલરી રજૂ કરી

GTUની આઈડિયાથોન શરૂ, અન્ય વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

_photocaption_મોટી સંખ્યામાં આયુર્વેદ અને અન્ય થેરાપીના ભાવી અને વર્તમાન તબિબો એક્સપર્ટ્સને સાંભ‌ળવા કેજેઆઇટી ખાતે પહોંચ્યાં હતાં.*photocaption*

હૃદયરોગ થવાથી માણસ મરવાની નજીક પહોંચી જાય એટલે હૃદય રોગને વધુ કોન્સિયસ રીતે જોવામાં આવે છે. આપણા આહાર-વિહારની પ્રણાલિકાનાં બદલે માણસ ગુજરાતમાં રહીને પંજાબી, ચાઇનિઝ, પીઝા, બર્ગર ખાતો થયો છે તેના કારણે શરીરનું પોષણ ન થાય અને હૃદય નબળું પડે છે. સામાજિક ચિંતાઓથી હૃદય રોગ, અતિપોષણ અને કુપોષણ થવાથી શરીરનાં વાઇટલ ઓર્ગન નબળા પડવાથી હૃદયરોગની સમસ્યા ઉભી થાય છે. આપણા લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાથી, વ્યાયામને દૈનિક દિનચર્યામાં સ્થાન, ભક્તિ અને શ્રધ્ધા રાખવાથી મનને શાંતિ મળે છે તેનાથી હૃદયરોગનું નિવારણ લાવી શકાય છે.

heart desease
સિટી રિપોર્ટર . વડોદરા


કે.જે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રીસર્ચ સાવલી દ્વારા ‘સૃહૃદય’ હૃદયને લગતા વિવિધ રોગો, કારણો અને ઉપચારમાં આયુર્વેદનાં ઉપચારથી થતાં ફાયદાને લગતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુંબઇનાં ડો. નિતિન કામત ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે હૃદય રોગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આયુર્વેદમાં ગુરુત્વા ચિંતામણી નામની મેડિસીનથી ઘણા પેશન્ટ પર ઉપયોગ કરવામાં આવી છે. પણ ઘણા પેસન્ટ ગરીબ હોય તેમને આ મેડિસીનની 1 ગ્રામની કિંમત 1000થી વધુ છે તેથી પરવડતી નથી. માટે હું આયુર્વેદ સિવાય બીજી પણ દવાનો ઉપયોગ કરી તેમનો ઇલાજ કરું છું. આયુર્વેદનાં શિરોભક્તિથી હાર્ટરેટ ઓછા થાય છે. પેશન્ટને બાયપાસ સર્જરી કરવામાં આવે છે પરંતું જે પેશન્ટની આર્થિક પરિસ્થિતિ સારી નહોય તેમને આયુર્વેદની દવા આપવામાં આવે છે.

ઓપરેશન થવા છતાં થોડા સમય બાદ તે ફરી થવાના ચાન્સ રહે છે. હૃદય રોગથી બચવા માટે દવા સિવાય ડાયેટ અને વ્યાયામ, ધ્યાન પણ કરવું જરૂરી છે. જ્યારે કોઇ હાર્ટ પેશન્ટ ડોક્ટર પાસે જાય છે ત્યારે તે તરત ઓપરેશન કરવાનું કહે છે તે ખોટું છે. પહેલા જો મેડિસીનથી નિવારણ થાય તો તે કરવું યોગ્ય છે. નહીં તો પેશન્ટ માનસિક-શારિરીક રીતે પીડાય છે

અંકિતા શ્રોફ

અંકીતાને 2019માં શાષ્ત્રી ઇન્ડોકેનેડીયન સ્કોલરશિપ મળી. જે અંતર્ગત તેને કેનેડાની યુનીવર્સિટી ઓફ અલ્બર્ટા ખાતે 6 મહિના રીસર્ચ આસીસ્ટન્ટ તરીકે કામ કરવાની તક પ્રાપ્ત થઇ હતી. જ્યાં તેણે અગ્નીશામક તેમજ ઇંસેક્ટ રિપલેન્ટ કાપડ પર ડો. પેટ્રીશીયા ડોલરના માર્ગદર્શનમાં અને આ રીસર્ચ અંજલી કરોલીયાના માર્ગદર્શનમાં કર્યું છે.

અંકિતા શ્રોફે જણાવ્યું હતું કે, ક્લોધીંગ અને ટેક્સટાઇલ ડીપાર્ટમેન્ટનું ટેક્સટાઇલ આર્ટ મ્યુઝીયમ 2016માં રીનોવેટ થતુ હતું. તમાકુના પાંદડાથી મ્યુઝીયમની વસ્તુઓને જીવાતથી બચાવી શકાય છે. ત્યારે મે જાયું કે મ્યુઝીયમની વસ્તુઓનો તમાકુના પાંદડાનો સીધો સંપર્ક ન થાય તે માટે તેને એક મલમલ કપડામાં વિટીને મૂકવામાં આવ્યા હતા. આ સુકા પાંદડાના કણો પણ જો અમુલ્ય વસ્તુમાં ચોટી ગયા તો તેને પણ સાફ કરવુ મુશ્કેલ છે. આ પ્રક્રીયા ખુબજ લાંબી અને વારંવાર નિરીક્ષણની જરૂર પડે તેવી છે. મ્યુઝીયમની વસ્તુને જીવડાથી દુર કરવા માટે વનસ્પતીના મિશ્રણની એક નાની પોટલી ખુણામાં મુકવામાં આવે છે પરંતુ તે પણ સમગ્ર વિસ્તારને જીવડાથી રક્ષણ આપતી નથી. તેથી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મને આ એન્ટિ-માઇક્રોબાયલ અને ઇન્સેક્ટ રિપલેન્ટ કાપડનું સંશોધન કરવાનો વિચાર આવ્યો. આ કાપડમાં લવિંગ, તજ, મરી, લીમડાના પાંદડા, તુલસી, ફુદીનો, નિલગીરી, કપુર વગેરે જેવી વનસ્પતિઓના અર્કનો ઉપયોગ થશે. આ કાપડ મ્યુઝીયમની તેમજ રોજીંદા જીવનમાં વપરાતી વસ્તુઓને વિટવાંથી જીવાતથી મુક્ત રાખશે. આ કાપડને 30 વખત ધોવા છતાં અર્ક જશે નહીં.

પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સંજારી ડભોઇવાલા અને રબાબ માંકડાએ કેસમેન્ટ ફેબ્રીકમાંથી બેગ અને દુપટ્ટા તેમજ નકામા કપડા અને દોરામાંથી જ્વેલરી બનાવી હતી. 47 વસ્તુઓ વેસ્ટ મટિરિયલમાંથી બનાવવામાં આવી છે. જે નકામા કપડા અને દોરા આપણે ફેકી દઇએ છે તેનાથી ઇઅરીંગ્સ, નેકલેસ બનાવવામાં આવ્યા છે. તેમજ વધેલા કપડાને જોઇન્ટ કરીને નવી ડિઝાઇન ક્રિએટ કરતા બેગ અને દુપટ્ટા પણ બનાવવામાં આવ્યા છે. આ બધી વસ્તુઓ 2 અઠવાડિયામાં બનાવી છે.

_photocaption_મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનીયરીંગના એલ્યુમિનાઇઝ દ્વારા ફેકલ્ટીને દાન આપી એમ્ફિ થિયેટર બનાવવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન શનિવારે કરવામાં આવ્યું હતું. જેમાં રાજમાતા, વી.સી સહિતન લોકો ઉપસ્થિત રહ્યા હતાં.*photocaption*

News Brief

વડોદરા, રવિવાર, 15 માર્ચ, 2020

સાથ આપવા માટે કેટરીનાએ અક્ષયનો આભાર માન્યો

વિવિધ એક્ટિવિટી સાથે સપ્તરંગી વુમન વીકની ઉજવણી

ઓર્ગેનિક કિચન ગાર્ડન થકી ગૃહિણીઓ રોજગારી મેળવી શકે

02

City Activity

By એન. રઘુરામન

ફંડા

આજનો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો