તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાઘરેટિયામાં નજીવી તકરારમાં જૂથ અથડામણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના પ્રતાપનગર ઘાઘરેટિયા વિસ્તારમાં રિક્ષાની અડફેટે બકરો આવી જતાં બે જૂથ વચ્ચે સામસામે મારામારી થઇ હતી.

ઘાઘરેટિયામાં ઇન્દીરાનગરમાં રહેતા નાસીરશા ઇકબાલશા દિવાને પોલીસમાં ઇમ્તીયાઝશા દિવાન સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધાવી હતી કે તે પોતાની પુત્રીને સ્કૂલમાં મૂકવા પોતાની રિક્ષા લઇને જતા હતા ત્યારે ઇમ્તીયાઝનો બકરો રિક્ષાની અડફેટે આવતાં આ શખ્સોએ ઝઘડો કરી તેને ગડદાપાટુનો માર માર્યો હતો અને તેની પર તલવાર વડે હુમલો કરતાં આંગળી પર ઇજા પહોંચી હતી.

સામે પક્ષે રુક્શાનાબાનુએ નાસીરશા દિવાન સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમના બકરાને નાસીરે રિક્ષાની અડફેટમાં લેતાં તેઓ કહેવા ગયાં ત્યારે આ ચાર જણાએ તેમની સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો હતો અને ચૂટા પથ્થર મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો