તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Government Will Celebrate Urs Sharif Of Kalu Shaheed At Watergate Today 080113

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પાણીગેટ ખાતે સરકાર કાલુ શહીદનો ઉર્સ શરીફ ઉજવાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ એસ.ટી. ડેપો ખાતે હઝરત સરકાર કાલુ શહીદ બાબા(ર.અ)સાહેબનો 277મા ઉર્સ શરીફની ઉજવણી તા.14 જાન્યુઆરીને મંગળવારને 2020ના રોજ બપોરે 4.00 કલાકે ખલીફાએ રિફાઇ જનાબ અબ્દુલ હમીદ કાદરી રિફાઇ જમીલી સુલ્તાનીના બાવામાન પુરા મદની મોહલ્લાના નિવાસ સ્થાનેથી નીશાનોના જૂલુસ સાથે સંદલ સરીફ નીકળશે. બપોરે 4.00 કલાકે નીકળી હઝરત કાલુ શહીદ બાબાના આસતાના પર આવશે અને બાદ નમાઝે અસર શહેરની વિવિધ ખાનકાઓના ચશ્મો ચરાગી બીજા સૈયદ સાદાતો સરકારના ગુલામો અકીદતમંદો જીકર શરીફ સાથે રશ્મ સંદલ અદા કરશે ત્યારબાદ સરકારે દો આલમ સાહેબના મુએ મુબારકની જીયારત કરવામાં આવશે. અને નીયાજ થશે તેમ ખલીફાએ રિફાઇએ એક યાદીમાં જણાવ્યું છે.

મૂંગાં પક્ષીઓના જીવ બચાવવા માટે સહાય કેન્દ્ર
ઉત્તરાયણના તહેવાર નિમિત્તે વડોદરામાં આકાશમાં પતંગોના કારણે મૂંગાં પક્ષીઓના જીવ બચાવવા માટે તા.14 થી 16 જાન્યુઆરી 2020 દરમિયાન દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર માટે જસ્ટ કોલ સેવ એનીમલ કેન્દ્ર, હરીનગર પાંચ રસ્તા, ગોત્રી રોડનો સંપર્ક કરવો.

કુંજ પ્લાઝા ખાતે આયુર્વેદિક વનસ્પતિ ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરાશે
દશ વનસ્પતિમાંથી બનાવેલ આયુર્વેદિક ઉકાળો વિઠલાણી ફિઝિયોથેરાપી સેન્ટર, કુંજ પ્લાઝા ખાતે સવારે 8.30 થી 12.30 કલાકે અને બપોરે 4.00 થી 7.00 કલાક દરમિયાન ફ્રી પીવડાવવામાં આવશે. જેના અનેક ફાયદાઓ છે, જેવા કે તાવ, ખાંસી, શરદી, ફલુ, જુની કબજીયાત, શરીરમાં લોહીનું પરીભ્રમણ વેગીલું તેમજ કાનની બહેરાશ તેમજ મલેરીયા, કમળો, ટાઇફોઇડ, કોલેરો સહિતમાં ઉકાળો ઉપયોગી છે.

વડોદરા ચિન્મય મિશન દ્વારા ગાયત્રી યજ્ઞ
આજે વડોદરા ચિન્મય મિશન દ્વારા તા.14 જાન્યુઆરીને મંગળવારને 2020ના રોજ સવારે 9.15 કલાકે ચિન્મય સાધના આશ્રમ સ્વામી ચિન્મયાનંદ માર્ગ માંજલપુર, વડોદરા ખાતે ઉત્તરાયણ- સૂર્ય ઉપાસના પર્વ નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. એમ એક યાદીમાં જણાવેલ છે.

19મી જાન્યુઆરીએ રાજમહેલ રોડ ખાતે ‘શિવ લહેરી કી મોજ’ નામનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે
તા.19 જાન્યુઆરીને રવિવારને 2020ના રોજ રાત્રે 8.00 કલાકે શિવ લહેરી કી મોજ નામનો ધાર્મિક કાર્યક્રમ કૈલાસ નગરી, નવલખી મેદાન, રાજમહેલ રોડ, વડોદરા ખાતે પ્રસિદ્ધ કલાકાર સમીર પ્રજાપતિના કંઠે ગીરીબાપુની શિવ કથા નિમિત્તે કરવામાં આવ્યું છે.

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગ્રામોદ્યોગનું પ્રદર્શન
ખાદીગ્રામોદ્યોગ આયોગ(ભારત સરકાર) અને ગ્રામ વિકાસ સંઘ(ખાદી એમ્પોરિયમ) વડોદરા આયોજિત ગ્રામોદ્યોગ અને ખાદીનું પ્રદર્શન તા.18 થી 27 જાન્યુઆરીને 2020 દરમિયાન સવારે 11.00 થી રાત્રે 10.00 સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ, કીર્તિસ્તંભ પાસે, વડોદરા ખાતે યોજવામાં આવેલ છે.

સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી
સ્વામી વિવેકાનંદ વિદ્યાલય જીઆઇડીસી અલવાનાકા રોડ, માંજલપુર ખાતે યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીના જન્મ દિવસ નિમિત્તે તેમજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના વિચારો તેમજ કાર્યોથી વિદ્યાર્થીઓમાં અનેકવિધ સારા વ્યક્તિત્વનું ઘડતર થાય તે માટે ધો.1 થી 5ના વિદ્યાર્થીઓ અને સ્વામી વિવેકાનંદ એક યુગપુરુષની વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.

21મીએ નવલખી ખાતે સુંદરકાંડ પાઠ યોજાશે
જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા તા.21 જાન્યુઆરીને મંગળવારને 2020ના રોજ રાત્રે 8.00 કલાકે નવલખી મેદાન, રાજમહેલ રોડ, વડોદરા ખાતે અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન ગીરીબાપુની શિવ કથા નિમિત્તે કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં વડોદરા શહેર અને તેની આજુબાજુના વિસ્તારોના અનેક ભાઇઓ અને બહેનો હાજરી આપનાર છે.

પરિવાર વિદ્યાલય દ્વારા ફનફેરનું આયોજન
નાગણેચી માતાજીના પાટોત્સવનું આયોજન
સમસ્ત રાજપૂત રાઠોડ વંશના કુળદેવી નાગણેચી માતાજીનો નવમો પાટોત્સવ તથા નવચંડી યજ્ઞ પીપળી ખાતે તા.17 જાન્યુઆરીને શુક્રવારના રોજ યોજવામાં આવેલ છે. જેમાં સવારે 9 કલાકે માતાજીની મહાપૂજા, સાંજે 4.00 કલાકે ધ્વજારોહણ, સાંજે 4.30 કલાકે શ્રીફળ હોમાશે, સાંજે 5.30 કલાકે મહાઆરતી, સાંજે 5.15 કલાકે મહાથાળ, સાંજે 5.30 કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. એમ એક યાદીમાં જણાવાયું છે.

આજવારોડ સ્થિત પરિવાર વિદ્યાલય દ્વારા ઇન્દ્રપુરી અતિથિગૃહ ખાતે ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલ્ફી પોઇન્ટ આકર્ષણ કેન્દ્ર બન્યુ હતું.

શ્રીવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સટિર્ફિકેટ-ઇનામ એનાયત
શ્રીવિદ્યાલયનો વાર્ષિકોત્સવ વિદ્યાર્થીઓના વિવિધ વેશભૂષામાં ગીત નૃત્ય ગરબા તથા 1 થી 11 ધોરણ ના વિદ્યાર્થીઓને 2019 માં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે પાસ થનારને સટિર્ફિકેટ અને ગીફ્ટ એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ગીતામંદિર, પ્રતાપનગરના ડો.ગીતાબેન શાહ, DSO કેતુલ મહેરીયા તથા રાજપીપળા ના મહારાજા અને મહારાણી,સૃજલ એડવર્ટાઈઝીંગના પરેશભાઈ ના હસ્તે ગીફટ આપી કાર્યક્રમ યોજાયો હતો.સાથે સાથે સમાજના વિવિધ ક્ષેત્ર માં વિશિષ્ટ યોગદાન આપનારા આ સાથે જોડેલ યાદીના મહાનુભાવોનું પણ ડો.ગીતાબેન શાહ, કેતુલ મહેરીયા સંધ્યા પંચાલ તથા રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહ, મહારાણી, શ્રીવિદ્યાલય સંચાલક દિનેશભાઇ બારોટ,સમાજિક કાર્યકર કીર્તિ ભાઇ પરીખના હસ્તે સન્માન કરાયું હતું.

સર્વ સમાજ દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન
જય ભવાની ગ્રૂપ ચેરિટેબલ ટ્રસ્ટ, અટલાદરા, વડોદરા દ્વારા સર્વ સમાજ દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન તા.3 મે રવિવારને 2020ના રોજ કરવામાં આવેલ છે. જેમાં 111 દિકરીઓને કન્યાદાન કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે જરૂરી આધારો સાથે સંસ્થાના કાર્યાલય વર્ધમાન કોમ્પલેક્સ, બાલાજી ગ્રૂપ સામે, અટલાદરા, વડોદરાનો સંપર્ક સાધવા સંસ્થાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી
પ્રજ્ઞાચક્ષુઓને ચિક્કી અને કેળાંનું વિતરણ
ઉત્તરાયણ પર્વ નિમિત્તે નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા 70 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને ચિક્કી અને કેળાંનું વિતરણ કરાયું હતું. સયાજીબાગ શિવ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર સલીમ વોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અંબે વિદ્યાલય અને જય અંબે વિદ્યાલય દ્વારા અંબે સર્કલ કારેલીબાગ ખાતે સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી

વિષ્ણુ મહાયજ્ઞ તથા મહાભંડારો
ફતેગંજ બુધ્ધેશ્વર મહાદેવ મંદિરાના મહારાજ પારસગીરી લાલપ્રસાદ મહારાજ દ્વારા મકર સંક્રાતિ પુણ્યકાળ નિમિત્તે મહીસાગર(ફાજલપુર) રેલવે ગરનાળા પાસે તા.15 જાન્યુઆરીને બુધવારના રોજ સવારે 5 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, વિષ્ણુ મહાયજ્ઞ, મહાભંડારો સવારે 8 થી બપોરે 4 કલાક સુધી ચાલુ રહેશે.

વડીલોનો ‘મકર સંક્રાતિ ઉત્સવ’ યોજાશે
ઓમ નારાયણ ટ્રસ્ટ સંચાલિત સિનિયર સિટિઝન્સ એસોસિએશન, ઇન્દ્રપુરી-વાઘોડિયા રોડના ઉપક્રમે તા.16 જાન્યુઆરીને ગુરૂવારને 2020ના રોજ સાંજે 5.00 કલાકે ઓમ નારાયણ ટ્રસ્ટ હોલ, 56-ઉમા કોલોની, એ-વિભાગ, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે ‘મકર સંક્રાતિ ઉત્સવ’નું આયોજન કરવામાં આવેલ છે.

નિબંધ સ્પર્ધામાં પ્રકૃતિ પટેલ પ્રથમ
એચપીસીએલ સંસ્થા દ્વારા આયોજિત સક્ષમ-19 અંતર્ગત વાયુ પ્રદૂષણ નિવારવાથી થતા ફાયદા વિશે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં માંજલપુર અંબે સ્કૂલની ધો.8ની વિદ્યાર્થિની પ્રકૃતિ પટેલને પ્રથમ ક્રમાંક એનાયત થયો હતો.

નારાયણ ગાર્ડન પાસે, લક્ષ્મીપુરા-ગોત્રી મેઇન રોડ ખાતે સુંદરકાંડ પાઠ યોજાશે
જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા તા.20 જાન્યુઆરીને સોમવારને 2020ના રોજ રાત્રે 8.30 કલાકે 131, નારાયણ ભવન, નારાયણ ગાર્ડન પાસે, લક્ષ્મીપુરા-ગોત્રી મેઇન રોડ,વડોદરા ખાતે અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો



અથવા નીચેના સરનામે મોકલી અાપોે | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
મનીષ જોશીને બ્રહ્મ ગૌરવ એવોર્ડ
અમદાવાદના અડાલજના ત્રિ-મંદિર ખાતે ત્રિ-દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2 યોજાઇ હતી. જેમાં નવોદતિ લેખકોની સંસ્થા શબ્દાંકનના સંચાલક મનીષ જોષીને રાજ્ય કક્ષાનો બ્રહ્મ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો