તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Government Has Left The Revenues Of Rs 22148 Crore To The Companies 074012

સરકારને કંપનીઓ પાસે 22,148 કરોડની વસૂલાત બાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતભરમાંથી કેટલાક ઉદ્યોગપતીઓ દ્વારા દેશમાં બેંક લોન કાૈભાંડ અાચરીને વિદેશ ભાગી છુટવામાં સફળ થયા તો કેટલીક કંપનીઓ સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે.સરકાર દ્વારા તેમની ભાળ મેળવવા માટે અને તેમને સ્વદેશ લાવવા માટે તમામ પ્રસાયો હાથ ધરાઇ રહ્યા છે.ત્યારે ગુજરાત સરકારના કર વિભાગને 10 કંપનીઓ પાસેથી ટેક્સ પેટે અંદાજીત 22,148 કરોડની વસુલાત બાકી નિકળે છે. નાણાં વસુલાતની કાર્યવાહી સઘન અને અસરકારક બનાવવા દેશમાં પ્રથમ વખત સ્પેશિયલ કાઉન્સેલ તરીકે પ્રકાશ પી. ઠક્કરની નિમણુંક કરવામાં અાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,ગુજરાત રાજ્યમાં અાવેલી કેટલીક કંપનીઓની નેશનલ કંપની લો ટ્રીબ્યુનલની અલગ-અલગ બ્રાન્ચમાં ફડચાની કાર્યવાહી ચાલી રહી છે અને કેટલીક કંપનીઓના ડાઇરેક્ટર બેંક લોન કાૈભાંડ અાચરીને વિદેશ ભાગવામાં સફળ રહ્યા છે. અાવી કંપનીઓ પાસેથી ગુજરાત રાજ્ય કર વિભાગને બાકી નિકળવાના લેણાં પેટે અંદાજીત 22,148 કરોડની વસુલાત બાકી છે.બાકી નિકળતા નાણાં અંગે સરકાર દ્વારા સક્રિય કામગીરી કરવામાં અાવી રહી છે.વસુલાતની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે સ્પેશિયલ કાઉન્સેલ તરીકે વડોદરાના પ્રકાશ પી. ઠક્કરની નિમણુંક કરવામાં અાવી છે.દેશમાં પ્રથમ વખત સરકાર દ્વારા કંપનીઓ પાસેથી બાકી નિકળતા લેણાંની વસુલાત માટે ખાસ અધિકારીની નિમણુંક કરી છે.

તાજેતરમાં દેશમાં બેંક લોન કાૈભાંડ અાચરીને વિદેશમાં ભાગી છુટવામાં સફળ થયેલા કેટલાક બિઝનેસમેનની ભાળ મેળવીને તેમને સ્વદેશ લાવવા માટેની સઘન કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં અાવી રહી છે.ગુજરાત સરકારને બાકી નિકળતા લેણાં ચુકવવામાં વડોદરાની બે કંપનીઓ સામેલ છે.ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સ્ટર્લિંગ બાયોટેક કંપનીઓ સરકારના ટોપ ટેન લેણદારોમાં સ્થાન ધરાવે છે.બેંક લોન કાૈભાંડ અાચરનાર ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના ડાઇરેક્ટરો ભટનાગર બંધુઓ હાલ જેલમાં છે અને તેમની કંપની સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે.બેંક લોન કાૈભાંડમાં સંડોવાયેલા સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના ડાઇરેક્ટરો સાંડેસરા બંધુઓ દેશથી ફરાર છે અને તેમને સ્વદેશ લાવવા માટે સરકાર સક્રિયા પ્રયાસો હાથ ધરી રહી છે.

કઇ કંપની પાસેથી કેટલા નાણાંની વસુલાત બાકી છે

કંપની કેટલી રકમ વસુલવાની બાકી છે

સાંઇ ઇન્ફો સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ Rs.2,12,82,78,66,045

એસ્સાર સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ Rs.5,54,08,19,298

સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ Rs.2,96,71,207

ગુુપ્તા કોલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ Rs.78,52,17,568

શિવમ વોટર ટ્રીટર્સ પ્રાઇવેટ લિમિટેડ Rs.53,79,54,057

વિન્ડ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ Rs.6,09,97,094

ગુજરાત ફોઇલ્સ લિમિટેડ Rs.31,65,83,883

વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ Rs.25,11,82,851

ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ Rs.36,05,28,928

રેઇનબો પેપર્સ લિમિટેડ Rs.47,35,72,314
અન્ય સમાચારો પણ છે...