તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગિરિબાપુ તેમની 642 મી શિવકથા વડોદરામાં કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવલખી ખાતે શિવ કથાના અાયોજનની તૈયારી પુરજોશમાં શરૂ થઈ છે.

17 થી 25 જાન્યુઆરી સુધી નવલખીમાં શિવકથા યોજાશે
સિટી રિપોર્ટર| વડોદરા

શિવકથાના માધ્યમથી અાદ્યાત્મ ફેલાવનારા શિવકથા વિચારક પુ.ગીરી બાપુ તેમની 642 મી શિવકથા વડોદરા નવલખી મેદાન ખાતે 17-25 જાન્યુઅારી સુધી યોજાશે. ખાસ કરીને યુવાનોને શિવકથા સાથે જોડવા માટે શિવજીના મહત્વ વિશે ખાસ વિડીયો તૈયાર કરવામાં અાવ્યું છે.

પત્રકાર પરિસદમાં શિવકથા વિશે વધુ માહિતી અાપતા ચેતન દેસાઇએ જણાવ્યું હતું કે, ટુંકા ગાળામાં પુ.ગીરી બાપુ વડોદરા પુન: કથા માટે અાવી રહ્યા છે. શિવકથામાં શાસ્ત્રોક્ત રીતે અભિશેક કરવા માટે ચલ શિવલિંગ પણ મુકાશે. કથામાં એક સાથે 15 હજાર લોકો બેસી શકે તેવું અાયોજન કરવામાં અાવ્યું છે અને જો શ્રોતાઓની સંખ્યા વધે તો ગણતરીના સમયમાં અન્ય 5 હજાર લોકો માટે બેસવાની વ્યવસ્થા તૈયાર કરવામાં અાવે તેવી તૈયારી રખાઇ છે. ઉલ્લેખનીય છે કે, પૂજ્ય ગીરી બાપુને શિવકથા થકી અાદ્યાત્મિક જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડનમાં સ્થાન અાપવામાં અાવ્યું હતું. ગીરી બાપુ વડોદરામાં તેમની 642 મી શિવકથા કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો