તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Gas Utilization In City Smashes Is Less Due To No Final Excursion 040718

શહેરનાં સ્મશાનોમાં ગેસ ચિતાનો ઉપયોગ ઓછો, કારણ અંતિમ દર્શન-પ્રદક્ષિણા કરી શકાતી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીબી સ્ટાર રિપોર્ટર | વડોદરા

હિન્દુ શાસ્ત્રોમાં સ્વજનના મૃત્યુબાદ ચિતા પરના અંતિમ દર્શન અને પ્રદક્ષિણાનો સવિશેષ મહિમા છે. મોટા ભાગના સમાજમાં તેને અનિવાર્ય માનવામાં આવે છે. પણ સ્મશાનમાં અંતિમક્રિયા માટે આવતાં લોકો સાથેની વાતચીતમાંથી એક હકીકત બહાર આવી છે કે, સ્મશાનોમાં ગેસચિતા પર અંતિમ પ્રદક્ષિણા થઇ શકી ન હોવાથી તેનો ઉપયોગ નહીવત્ થઇ રહ્યો છે. જો ગેસ ચિતાની ડિઝાઇનમાં સહેજ ફેરફાર કરવામાં આવે તો તેનો ઉપયોગ વધારી શકાય.

ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકાર વૃક્ષો ન કપાય તે માટે લોકોનો સહયોગ મળે તે માટે પ્રયાસ કરે છે.

આ વિશે શહેરના જ્યોતિષ નયન શાસ્ત્રીએ જણાવ્યું કે, સનાતન ધર્મમાં અંતિમક્રિયા શાસ્ત્રોક્ત રીતે અને સ્વજનોની શ્રદ્ધા જળવાય તે રીતે થાય તે અત્યંત જરૂરી છે. જીવનનો અંતિમ સંસ્કારનો પણ મલાજો જળવાય તે ઇચ્છનીય પણ છે. અંતિમ સંસ્કાર ચંદનના લાકડાથી કરવાનું કહેવાયું છે પણ જો શક્ય ન હોય તો કોઇ પણ શક્ય વિકલ્પ અપનાવી શકાય.’ જોકે કેટલાક સ્મશાનગૃહોમાં વેકલ્પિક રીતે ગેસચિતા અગાઉના ઓટલા પર મૂકીને પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ મુદ્દે શહેરના કેટલાક લોકો સાથે વાત કરતાં એવું પણ જાણવા મળ્યું કે, મૃતદેહને ચિતા પર મૂક્યા અગાઉ ઓટલા પર મૂકવામાં આવે છે. આ ઉપરાંત ઘણા સમાજમાં ચિતા સમગ્ર રીતે બળી ન જાય ત્યાં સુધી સ્મશાનમાં તેની સમક્ષ બેસવાનો રિવાજ હોય છે. પૂરતા બાકડા ન હોવાથી કલાકો સુધી ઊભા રહેવું પડે છે કાંતો ગમે ત્યાં બેસી જવા મજબૂર થવું પડે છે. આ સ્થિતિમાં ગેસચિતામાં જો અંતિમસંસ્કાર કરવામાં આવે તો સમય પણ બચી શકે તેમ છે. આજથી પાંચ વર્ષ અગાઉ શહેરના તમામ ટ્રસ્ટો અંતિમક્રિયા માટેની સામગ્રીનો સામાન નિ:શુલ્ક આપતા હતા પણ હવે તેનો ચાર્જ લેવાય છે. રોકડ દાન માટે દાતાઓના આધારકાર્ડ, ટીન નંબર અને અન્ય દસ્તાવેજો પણ અનિવાર્ય બનતાં દાતાઓ રોકડમાં દાન આપતા અચકાઇ રહ્યાં છે.

આ વિશે જોગણી માતા ટ્રસ્ટના શૈલેશભાઇ રાજે જણાવ્યું કે, ‘ટ્રસ્ટોમાં દાતાઓને 80 સી અંતર્ગત 50 ટકા વળતર પણ અપાય છે. પણ દાતાઓને ડોક્યુમેન્ટ્સની વાત કરતાં જ નારાજ થઇ જાય છે.’ જોકે કેટલાક ટ્રસ્ટ હજી પણ સામગ્રી નિ:શુલ્ક આપે છે.

કોઇને રકમ આપવી નહીંનાં બોર્ડ ગાયબ
માંજલપુર અને ખાસવાડી સ્મશાનગૃહોમાં બેઠક વ્યવસ્થા વધારવાની લોકોની માગણી
ખાસવાડી સ્મશાનગૃહમાં લાકડા ગોઠવી આપવાના રૂ.200 લેવામાં આવી રહી છે. અહીંં એક સમયે ‘કોઇ વ્યક્તિને કોઇ રકમ આપવી નહીં કે વ્યવહાર કરવો નહીં.’ જેવા બોર્ડ ગાયબ કરી દેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...