તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Gandhi39s Message To Mark The 150th Birth Anniversary Of Gandhiji 072549

ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રા નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોગ્રેસ પાર્ટી દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગાંધી સંદેશ યાત્રા લઈને રવિવારે સાંજે વડોદરા ખાતે આવ્યાં હતાં. જ્યાં કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અટલાદરા થી આ ગાંધી સંદેશ યાત્રા અકોટા બ્રિજ પાસે પહોંચી હતી. જ્યાં યાત્રાનું નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ યાત્રા કિર્તી સ્તંભ નહેરૂભુવન થી ભગતસિંહ ચોક ખાતે પહોચી હતી. જ્યાંથી યાત્રા ગાંધીનગર ગૃહ ખાતે પહોચી હતી.જ્યાં ગાંધીજીના સ્ટેચ્યુને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જે બાદ આ યાત્રા કોઠી,કાલાઘોડા સ્થિત સર સયાજીરાવ સ્મારક,ડેરીડેન સર્કલ, રેસકોર્સ સ્થિત બાબાસાહેબ આંબેડકર સ્મારક થઈને ગોત્રી તળાવ પાસે પહોચી સમાપ્ત થઈ હતી. જ્યાંથી આ યાત્રા બીજા શહેર માટે પ્રસ્થાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...