• Gujarati News
  • National
  • Vadodara News From The Revolution Train 120 Bags Of Alcohol Were Recovered From Unmanned 3 Bags 074652

સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી બિનવારસી 3 થેલામાંથી દારૂની 120 બાેટલ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત બહારથી આવતી ટ્રેનોમાં દારુની હેરાફેરી થઇ રહી છે અને ટ્રેનમાંથી દારુ લઇને ઉતરતા મુસાફરો પાસેથી દારુ પકડાવાની પોલીસમાં રોજની એક ફરિયાદ નોંધાઇ રહી છે. વડોદરા સુપર ફાસ્ટ ટ્રેનમાંથી દારુ લઇને ઉતરેલા વધુ 4 મુસાફરો રેલવે પોલીસના હાથે ઝડપાયા હતા. જયારે કેરાલા સંપર્ક ક્રાંતીના જનરલ ડબ્બામાંથી દારુ ભરેલા 3 થેલા પોલીસને મળી આવ્યા હતા.

પોલીસે 11 તારીખે રાત્રે પ્લેટફોર્મ નંબર 4 પર કેરાલા સંપર્ક ક્રાંતી ટ્રેનમાં તપાસ કરતાં જનરલ ડબ્બાની વચ્ચે બિનવારસી હાલતમાં ત્રણ વજનદાર થેલા જોવા મળ્યા હતા. પોલીસે થેલા ચેક કરતાં તેમાંથી દારુની 120 બોટલ મળી આવી હતી. બીજી તરફ પોલીસે સાંજના સમયે પ્લેટફોર્મ નંબર 6 ના દાદર પર ચેકીંગ દરમિયાન પોલીસે ચાર શખ્સને પકડી લીધા હતા. પોલીસે તમામની બેગ ચેક કરતાં દારુની 62 બોટલ મળી હતી. પોલીસે દારુ સાથે જુનાગઢના રાજુ ભીમા ઓડેદરા, પોરબંદરના પંકજ મહેશ સલેટ અને ગૌતમ જગદીશ થાનકી તથા ભાવનગરના અક્ષય કિર્તી બારોટને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે.

અન્ય ટ્રેનમાંથી ગોવાથી દારુ લઇને આવેલા 4 જણા ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...