તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Friction Between The Vhp And Ahp Workers In The Occupation Of The Office 080143

ઓફિસના કબજા મામલે VHP અને AHPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી વિશ્વ હિંદુ પરિષદની ઓફિસમાં શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના કાર્યકરો પહોચી જતા ઓફિસના કબજા મામલે બંને જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા માહોલ તંગ બની ગયો હતો. જોકે કારેલીબાગ પોલીસને આ ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી બંને જૂથના કાર્યકરોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

પ્રવિણ તોગડિયાઅે વિશ્વ હિંદુ પરીષદ સાથે છેડો ફાડ્યા બાદ આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદ નામે નવી સંસ્થા શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદ દ્વારા નવા ટ્રસ્ટનું રજીસ્ટ્રેશનર અમદાવાદ ચેરીટી કમિશનર કચેરીમાં કરવામાં આવ્યું હતું. બીજી તરફ અેઅેચપી દ્વારા વીઅેચપીની અમદાવાદ,ગાંધીનગર અને વડોદરાની ઓફિસ ભાડે આપી હોવાના બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનું વિશ્વ હિંદુ પરીષદના ધ્યાને આવતા તેમને અમદાવાદ ચેરીટી કમિશનર કચેરીમાં અેઅેચપી દ્વારા રજીસ્ટ્રર કરાવેલા ટ્રસ્ટને ચેલેન્જ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ચેરીટી કમિશનરે આ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન રદ કરતા અેઅેચપી દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ રદ થઈ હતી. સુત્રોઅે વધુમાં જણાવ્યું હતું કે, બીજી તરફ અપીલ રદ થયા પૂર્વે અમદાવાદ અને ગાંધીનગર ની ઓફિસનો કબજો મેળવી લેવામાં આવ્યો હતો. જ્યારે વડોદરાની સલાટવાડા સ્થિત ઓફિસના કબજા મામલે વીઅેચપી અને અેઅેચપીના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...