તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે મોર્નિંગ ટી ગ્રૂપ દ્વારા ફ્રી માસ્ક વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુ. કમિશનરના નામે ફેક મેસેજ ફરતો થયો

વડોદરા. મ્યુ. કમિ.ના નામે સોશિયલ મીડિયામાં સંદેશો વહેતો થયો હતો. જેમાં આજે રાતે 10 વાગ્યાથી કાલે સવારે 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા તેમજ કોવિડ-19ને મારવા હવામાં દવા છંટાશે, સહિતનો મેસેજ હતો. જોકે મ્યુ. કમિ. નલિન ઉપાધ્યાયે જણાવ્યું કે, આવો કોઇ મેસેજ મેં વાઇરલ કર્યો નથી. મેં પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી છે અને તેના માટે કાર્યવાહી કરાશે.

કુબેરભવનના નોંધણી નિરીક્ષકને નોટિસ

વડોદરા .જિલ્લા કલેક્ટર દ્વારા કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે કુબેર ભવન ખાતે નોટરી તેમજ દસ્તાવેજ લખનારી વ્યક્તિઓને હટાવવા માટે નોંધણી નિરીક્ષકને બે દિવસ પહેલા સૂચના અપાઈ હતી. જેને લઈને કલેક્ટર દ્વારા શુક્રવારના રોજ નોંધણી નિરીક્ષકને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. પરંતુ નોટિસ ફટકારાય તે પહેલાં જ નોટરી તેમજ દસ્તાવેજ લખનારા હટી ગયા હતા.

દુબઇથી પરિવાર આવ્યાનો ફેક મેસેજ

વડોદરા. બાપોદની રામદેવનગર સોસાયટીમાં દુબઇથી પરિવાર રહેવા આવ્યો છે અને બે દિવસથી મકાનના દરવાજા બંધ છે, તેવો મેસેજ ડે. મેયર જીવરાજ ચૌહાણને મળ્યો હતો. જેથી સ્થાનિક કાઉન્સિલર જયોતિબહેન પંડ્યાને જાણ કરી હતી. બીજી તરફ વિદેશથી પરિવાર આવ્યો હોવાની જાણકારી મળતાં આરોગ્ય વિભાગની ટુકડી ત્યાં પહોંચી ગઇ હતી, પણ ઘર બંધ હતું. આ સાત મહિના પહેલાં વેચાયું હતું અને તેમાં રહેતો પરિવાર બહારગામ ગયો હોવાનું ખૂલ્યું હતું.

શુક્રવારે જ માર્ગો પર જનતા કર્ફ્યુ

વડોદરા .કોરોના વાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને શહેરના ચાર દરવાજા વિસ્તારમાં કાર્યરત મોર્નિંગ ટી ગ્રૂપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે સાંજે શહેરીજનો માટે ફ્રી માસ્ક વિતરણ કરવાનું આયોજન કરાયું છે. ટ્રસ્ટના પ્રમુખ સચીન શાહ, ઉપપ્રમુખ જીજ્ઞેશ પરીખ (કાલી) તથા મંત્રી સંજય શાહે જણાવ્યું હતું કે માંડવી કલ્યાણપ્રસાદ હવેલી સામે એલ.બી.કોમ્પ્લેક્ષ ખાતે 21 માર્ચ, શનિવારે સાંજે 5-30થી 7 વાગ્યા સુધી શહેરીજનોને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવશે.

તકેદારી અને તૈયારી

_photocaption_શહેરમાં શુક્રવારના રોજ કોરોનાનો પહેલો કેસ જાહેર થતાંની સાથે જ બપોર સુધીમાં શહેરના ઘણા બધા રાજમાર્ગો પર વાહન વ્યવહારમાં ઘટાડો જોવા મળ્યો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...