તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરોડા યૂથ ફેડરેશન દ્વારા ફ્રી બોડી ચેકઅપ કેમ્પ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરોડા યૂથ ફેડરેશન દ્વારા તા.24 ફેબ્રુઆરીના રોજ ફ્રી બોડી ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો.

ગાંધી નગરગૃહ ખાતે શોકયાત્રા
બરોડા કેરલા સમાજ તથા પિકશન કન્સ્ટ્રકશન ઇક્વીપમેન્ટ પ્રા.લી. દ્વારા કાશ્મીરનાં પુલવામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે શોકયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન
લાયન્સ કલબ ઓફ ફર્ટીલાઈઝર નગરને 50 વર્ષો પૂર્ણ થતા તેની વિવિધ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોઢેશ્વરી મંદિર ખાતે નવચંડી યાગ
ગાયત્રીનગર, ગોત્રી ખાતે તા.15 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ નવચંડી યાગનું મોઢેશ્વરી મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું.

બાલજીવન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
તા.2 માર્ચને શનિવારના રોજ બપોરે 4.30 કલાકે પ્રેમાનંદ સાહિત્ય ભવન, દાંડિયા બજાર ખાતે ‘રાજકારણ સેવા કે ધંધો’ એ વિષય પર બાલજીવન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ઇચ્છુકોએ સાંજે 4 થી 7 કલાકે સંપર્ક કરવો.

‘વીરાંજલિ ડાયરા’નું આયોજન કરાયું


સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જેને લઇ સમગ્ર દેશમાં આતંક સામે ભારે આક્રોશ છે, અને સમગ્ર દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિ અવિતર ધોધ વરસી રહ્યો છે. વડોદરાના પશ્વિમ વિસ્તારમાં કાઠીયાવાડી ગ્રૂપ તથા રાજેશ આયરેના ઉપક્રમે શહીદોને શ્રદ્ધાજંલિના ભાગરૂપે ‘વીરાંજલિ ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

માંજલપુર ખાતે લઘુરુદ્ર-ડાયરો યોજાશે
મંગલેશ્વર મહાદેવ, જલારામ મંદિર, માંજલપુર, વડોદરા ખાતે તા.4 માર્ચને સોમવારના રોજ લઘુરુદ્ર, આરતી અને રાત્રે ડાયરો અને તા.5 માર્ચને મંગળવારના રોજ સવારે 10.00 થી 2.00 કલાક દરમિયાન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા સમૂહ લગ્ન
વિશ્વકર્મા પંચાલ સમાજ ટ્રસ્ટ, વડોદરા તરફથી જ્ઞાતિના પંચાલ, મિસ્ત્રી, લુહાર, સુથાર, ગજ્જર સહિત વિશ્વકર્માના સુપુત્રોના માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. એપ્રિલ 2019ના રોજ રાખેલ છે. તો સમૂહ લગ્નમાં જે લોકોને નામ નોંધણી કરાવી હોય તો પ્રમુખ દિલીપકુમાર વિઠ્ઠલભાઇ પંચાલ, કંસારા પોળની અંદર, બાબુ મહારાજની બાજુમાં, ચોખંડી, વડોદરા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

સ્વચ્છતા પખવાડિયા સંદર્ભે શેરી નાટક યોજાયું
ભારતીય ખાદ્ય નિગમ બરોડા ખાતે સ્વચ્છતા પખવાડિયાના સંદર્ભે પ્રિય લક્ષ્મી મિલ કમ્પાઉન્ડ પાસે સ્વચ્છતાની જાગૃત્તિ માટે શેરી નાટક યોજાયું હતું.

વાઘોડિયા રોડ,‘ગોપેશ્વર ધામ’ ખાતે શ્રીમદ્ ભાગવત કૃષ્ણકથા મહોત્સવનું આયોજન
વાઘોડિયા રોડ પર શ્રીમદ્ ભાગવત કૃષ્ણકથા મહોત્સવનું આયોજન કરાયું છે. તા.26 ફેબ્રુઆરીના રોજ કથા પ્રારંભ, કથા બપોરે 3 થી 7 કલાકે અને કથા વિરામ તા.4 માર્ચે થશે. 26મીના રોજ શોભાયાત્રા બપોરે 2.30 કલાકે 40, ચિત્રકુટ સોસાયટી, વાઘોડિયા રોડ ખાતેથી નિકળી ‘ગોપેશ્વર ધામ’ નાગેશ્વર મંદિર પાછળ, વાઘોડિયા રોડ ખાતે જશે. 27,28 ફેબ્રુઆરીને કથા વાંચન, 1 માર્ચે નૃસિંહ અવતાર, તા.2 માર્ચે ગોવર્ધન લીલા, તા.3 માર્ચના રોજ રૂક્ષ્મણી વિવાહ અને તા.4 માર્ચના રોજ સુદામા ચરિત્ર-કથા વિરામ અને યજ્ઞ યોજાશે. કથામાં વક્તા પૂ. દિપકભાઇ શાસ્ત્રીજી રસપાન કરાવશે.

શ્રી વડીલ વિહાર વાટિકા દ્વારા સંગીત સંધ્યાનું આયોજન
શ્રી વડીલ વિહાર વાટિકા, (ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા તા.26 ફેબ્રુઆરીનેે મંગળવારના રોજ સાંજ 5.00 કલાકે બુદ્ધદેવ કોલોની સામે, બરોડા ચેશાયર હોમની બાજુમાં, કારેલીબાગ સંસ્થાના પટાંગણમાં સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમ પ્રમુખ ધીરજલાલ કોટેચા અને ઉપ પ્રમુખ પ્રદિપકુમાર જોષીએ જણાવ્યું છે.

જયેષ્ઠ નાગરિક સંઘનો 24મો વાર્ષિકોત્સવ


જયેષ્ઠ નાગરિક સંઘ શરદનગર તરસાલીનો 24મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ વિજય ભાઈ વૈશ્વિકરના હસ્તે વડીલો અને ઉપસ્થિતિ મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

કોઠી રોડ પર ફ્રી આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન
દિવ્ય જીવન સંઘ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાવમાં આવ્યું છે. તા.26 ફેબ્રુઆરીને મંગળવારના રોજ સાંજે 5.00 થી 6.30 કલાકે રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા, કોઠી ખાતે નિ:શુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. જેમાં જરૂરિયાતમંદોને લાભ લેવા જણાવાયું છે.

ફર્ટિલાઇઝર નગર ટાઉ., GSFC ખાતે વાર્તાલાપ
રિટાયર્ડ ઓફિસર્સ ફોરમ તથા જી.એસ.એફ.સી. ના સંયુક્ત ઉપક્રમે ‘પ્રી-રિટાયરમેન્ટ સેમિનારમાં ડો.રાજેન્દ્ર હાથીનો ‘આ તો રિટાયરમેન્ટ કે રીફરેસમેન્ટ ?’ વિષય ઉપર ટેક્નિકલ વાર્તાલાપ તા.27 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 કલાકે ટ્રેઇનિંગ સેન્ટર કોન્ફરન્સ હોલ, ફર્ટિલાઈઝર નગર ટાઉનશીપ, GSFC ખાતે યોજાશે.

વીવાયઓ એજ્યુકેશન સમા-સાવલી રોડ ખાતે શહીદોને શ્ર્દ્ધાંજલિ અર્પણ
પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ વીવાયઓ એજ્યુકેશન સમા-સાવલી રોડ બ્રાંચના સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અને યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુંજ પ્લાઝા, રાજમહેલ રોડના બાળકોએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડોદરાના ઉદ્યોગપતિ ભરત દેસાઇએ પોતાના દીકરાના લગ્નમાં શહીદોના પરિવારજનો માટે રૂ.11 લાખનો ચેક સાંસદ રંજનબેન ભટ્ટને આપ્યો હતો.

રાજમહેલ રોડ સ્ત્રી સમાજની બહેનોઅે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વાસણા રોડ, ગોત્રી ખાતે આવેલ નરસિંહધામ સોસાયટી દ્વારા પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

પંચાલ નવ યુવક મંડળ દ્વારા લક્ષ્મીપુરા રોડ, ગોરવા ખાતે સપનાના વાવેતર હોલમાં શહીદોને યાદ કરી મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો