તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રાઇટ સ્કૂલનાં વિદ્યાર્થીને નાકમાં કડું મારતા ફ્રેકચર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારેલીબાગ અંબાલાલ પાર્ક નજીક બ્રાઇટ સ્કુલ પાસે ઉભેલા 12મા ધોરણના વિદ્યાર્થીને 2 શખ્સોએ નજીવા મુદ્દે માર મારતા વિદ્યાર્થીને નાકના ભાગે ફ્રેકચર થઇ ગયું હતું.

ખંડેરાવ માર્કેટ પાછળ ગણેશનગરમાં રહેતો 19 વર્ષીય દર્શન મનોજ રાણા બ્રાઇટ સ્કુલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેની પરીક્ષા નજીક હોવાથી 26 તારીખે બપોરે 3 વાગે બ્રાઇટ સ્કુલમાં હોલ ટિકીટ લેવા ગયો હતો. હોલ ટિકીટ લઇને તે સ્કુલની બહાર મિત્ર સાથે ઉભો હતો ત્યારે બાઇક ઉપર ત્રણ શખ્સ દર્શનની પાસે આવી ઊભા રહ્યા અને અમારી સામે કેમ જોવો છો તેમ જણાવી દર્શન અને તેના મિત્ર સાથે બોલાચાલી કરી તેને અને મિત્ર દેવાંશુંને મારવાનું શરુ કર્યું હતું. એક જણાએ દર્શનને કડુ મારતાં તેને નાકમાં ગંભીર ઇજા થઇ હતી. દરમિયાન લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી છુટયા હતા અને દર્શનને સારવારમાં ખસેડાતા તેને નાકમાં ફ્રેકચર થયેલું જણાયું હતું. ત્યારબાદ દર્શનને તેને મારનારા 3 પૈકી 2 જણાના નામની જાણ થઇ હતી. કારેલીબાગ પોલીસે દર્શનની ફરિયાદના આધારે ધ્રુવ કાપડે અને અજય કનોજીયા નામના શખ્સો ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો