તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન સમાજની મિટિંગની મારામારીમાં વધુ 4ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂ સમા રોડ વિશ્વકર્મા મંદિરમાં બુધવારે રાત્રે રાજસ્થાન સમાજની મિટીંગમાં થયેલી મારામારીમાં પોલીસે સામા પક્ષની ફરિયાદ નોંધીને 4 વ્યકતીની ધરપકડ કરી હતી..સોમા તળાવ ચાર રસ્તા પર વેદ રેસીડેન્સીમાં રહેતા શ્રવણકુમાર રામલાલજી બિશ્નોઇએ સમા પોલીસમાં મહાવીરસિંહ રાજપુરોહિત, હનુમાન ગોરખારામ સુથાર, ભંવરલાલ માળી, માંગીલાલ રાજપુરોહિત અને ગંગાસિહ ચૌહાણ તથા ઇન્દ્રસિંહ રાવ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે સમાના વિશ્વકર્મા મંદિરમાં રાજસ્થાન સમાજના લોકોની રખાયેલી બેઠકમાં અખિલ રાજસ્થાન સમાજ નામનું નવું સંગઠન બનાવાની ચર્ચા થઇ રહી હતી.જો કે સમસ્ત રાજસ્થાન સમાજનું સંગઠન છેલ્લા 5 વર્ષથી ચાલતું હોવાથી તેણે નવા સંગઠનો વિરોધ કર્યો હતો, જેથી મહાવીરસિંહ રાજ અને અન્ય પાંચ શખ્સો ઉશ્કેરાઇ તેના ભાઇને તથા અન્ય બીજા લોકોને લાતો મારીને ધક્કા માર્યા હતા અને મિટીંગમાંથી બહાર કાઢી મારીનાખવાની ધમકી આપીહતી. સમા પોલીસે જણાવ્યું હતું કે આ રાયોટીંગમાં મહાવીરસિંહ રાજ, હનુમાન સુથાર, ભંવરલાલ માળી અને માંગીલાલની ધરપકડ કરાઇ છે આ બનાવમાં અગાઉ ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગાૈડના પુત્ર અમિત ગૌડ સહિત 6 પકડાયા હતા

અન્ય સમાચારો પણ છે...