તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Four Months Before The Landing Of Mirage Plane At Vadodara Airport Was Verified 040645

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 માસ પૂર્વે વડોદરા એરપોર્ટ પર મિરાજ પ્લેનના લેન્ડિંગની ચકાસણી થઇ હતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા ખાતે સપ્ટેમ્બર-18 માસમાં ગગન શક્તિ એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરા ખાતે સુર્ય કિરણ એરોપ્લેન તથા મિરાજ -2000 ફાઇટર પ્લેન વડોદરા ખાતે આવ્યા હતા.મિરાજ -2000 નું વડોદરાના એરપોર્ટ ખાતે સફળતા પુર્વક ટેક-ઓફ અને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી દેશમાં માત્ર 2 હાઇવે અને એક માત્ર વડોદરા એરપોર્ટ પર મિરાજ-2000 ફાઇટર પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ સફળ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાશ્મિરમાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેના દ્વારા મિરાજ-2000 ફાઇટર જેટ પ્લેન દ્વારા બાલાકોટ ખાતે આવેલ આતંકવાદીઓના ટ્રેઇનીંગ કેમ્પને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો.મિરાજ-2000 ફાઇટર પ્લેન વડોદરા ખાતે સપ્ટેમ્બર 2018માં યોજવામાં આવેલ ગગન શક્તિ એર-શો દરમિયાન આવ્યા હતા. મિરાજ-2000 પ્લેન દ્વારા અગાઉ યમુના એક્સપ્રેસ હાઇવે તથા લખનાૈ- આગ્રા હાઇ-વે ખાતે સફળતા પુર્વક ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ઇમરજન્સીના સમયે ફાઇટર પ્લેનને ઉડાવવા માટેની તૈયારીના ભાગ રૂપે વિવિધ જગ્યાઓ પરથી ટેક ઓફ , લેન્ડિંગની શક્યતા અંગેની ચકાસણી માટે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.ગગનશક્તિ એર-શોમાં ભાગ લેવા માટે સુર્યકિરણ પ્લેન અને મિરાજ-2000 શહેરના મહેમાન બન્યા હતા.દેશમાં અત્યાર સુધીમાં 3 જગ્યાઓ પર સફળતા પુર્વક મિરાજ-2000 ને ટેકઓફ લેન્ડિંગ કરાયા હતા.તેમાં વડોદરા એરપોર્ટનો પણ સામેલ થાય છે.

ફાઇટર પ્લેન તેમના એરબેઝ પરથી ટેક ઓફ, લેન્ડિંગ કરતા હોય છે.પરંતુ ઇમરજન્સીના સમયે હાઇવે તથા ડોમેસ્ટીક એરપોર્ટ પર કવાયત કરવાને કારણે કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફાયદો યુદ્ધ સમયે લઇ શકાય તેની તૈયારી ચકાસણી થતી હોય છે.

મિરાજ-2000
મિરાજ-2000 બે ગનમાંથી દર મિનિટે 250 રાઉન્ડ ગોળી છોડે છે
મિરાજ-2000 દર મિનિટે 2 ગનમાંથી 250 રાઉન્ડ ગોળી છોડે છે, જયારે 68 એમએમના 36 રોકેટ ફેંકવાની તાકાત ધરાવે છે. વાયુસેનામાંથી નિવૃત્ત થયેલા સાર્જન્ટ જય જોશીએ મિરાજની ખાસિયતો ભાસ્કરને સમજાવી...

મિરાજ સિંગલ,ડબલ અને મલ્ટીરોલ એમ ત્રણ કેટેગેરી ધરાવતું સિંગલ એન્જીન વિમાન છે.

મિરાજ 48 ફીટ લંબાઇ, 29 ફીટ પહોળાઇ અને 17 ફીટ ઉંચાઇ ધરાવે છે.

ખાલી મિરાજનું વજન 7500 કિલો હોય છે, જયારે લોડેડ દારુગોળા સાથે 13800 કિલો હોય છે.

મિરાજની સ્પીડ 2336 કિમી પ્રતિ કલાક હોય છે

મિરાજમાં 2 ગન હોય છે અને પ્રત્યેક ગનમાંથી દર મિનીટે 125 રાઉન્ડ ગોળી છોડે છે એટલે કે 2 ગનમાંથી 250 રાઉન્ડ ગોળી ફેંકે છે.

મિરાજનું 68 એમએમનું નાળચું હોય છે, જેમાંથી 36 રોકેટ પ્રતિ મિનીટ ફેંકી શકાય તેવી તાકાત ધરાવે છે.

દુનિયામાં ભારત સહિત 9 દેશો મિરાજ ફાઇટર વિમાન ધરાવે છે

મિરાજ હવાથી જમીન અને અને હવાથી હવામાં પ્રહાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો