તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર વડા બદલાયા છતાં ગંદા પાણીની માેકાણ એની એ જ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલિકાના અધિકારીઓની આંતરિક લડતમાં શહેરી જનોને ફરીથી ગંદા પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવાઇની વાત તો એવી છે કે, પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં માત્ર દોઢ વર્ષમાં જ ચાર ચાર ખાતાધિકારી બદલાઇ ગયા હોવા છતાં પાણી ચોખ્ખું કરાવવા માટે સત્તાધીશોના પેટનું પાણી હાલી રહ્યું નથી.

મોટાભાગના વિસ્તારના રહીશોને એક વર્ષ સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સાત લાખ નાગરિકોને આઠ મહિના સુધી પીળું,કાળું,ગંધ મારતું પાણી મળ્યું હતું અને તેમાં નિમેટા પ્લાન્ટના તત્કાલીન કોન્ટ્રાક્ટર પૂજા કન્સ્ટ્રક્શનની બેદરકારી છતી થઇ હતી. પાણી પુરવઠા વિભાગના તત્કાલીન એડિશનલ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ સિવાય, તત્કાલીન કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને આસિ.એન્જિનિયરને પણ ઘરે બેસાડી દેવાયા હતા.

આ સંજોગોમાં, પાણી પુરવઠા વિભાગના વડાધિકારીનો હવાલો ઇન્ચાર્જ સિટી એન્જિનિયર પી એમ પટેલને સોંપાયો હતો અને દિવાળી ટાણે પાણી જ ન આવતાં ભારે હોબાળો મચ્યો હતો .એફાેર્ડેબલ હાઉસિંગ,રોડ જેવાં મહત્ત્વનાં ખાતાં ધરાવતા ઇન્ચાર્જ સિટી એન્જિનિયર પીએમ પટેલ જૂન મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમણે પાણી પુરવઠાની કામગીરી અન્ય અધિકારીના શિરે રાખવાની જે તે સમયે ઇચ્છા દર્શાવી હતી. જેથી, દક્ષિણ ઝોનના ડેપ્યૂટી કમિશનરનો હવાલો તેમને સોંપીને તેમનો પાણી પુરવઠાે ઇન્ચાર્જ ડે.કમિશનર(લેન્ડ) શૈલેશ મિસ્ત્રીને અપાયો હતો.

પરંતુ, ત્રણ મહિનામાં શૈલેશ મિસ્ત્રી પણ હાંફી જતાં તેમણે અન્ય વિભાગની કામગીરીના બોજાનું કારણ રજૂ કરીને જવાબદારી છોડી દીધી હતી. જેથી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાને જ એડિશનલ સિટી એન્જિનિયરનો હવાલો સોંપાયો છે.

ડે. કમિશનર મિસ્ત્રી 3 મહિનામાં હાંફી ગયા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરને જ હવાલો સોંપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો