કરોડોના ઠગાઇ કેસમાં જય ખોડિયાર મિત્ર મંડળના 4 ડાયરેક્ટરની ધરપકડ

Vadodara News - four directors of jai khadiyar mitra mandal arrested in crores of cheating cases 070531

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:05 AM IST
જય ખોડિયાર મિત્ર મંડળના નામે રાજ્યભરમાં 205થી વધુ અોફિસો ખોલીને બે લાખથી વધુ લોકો પાસેથી કરોડાેની રકમ મેળવ્યા બાદ છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા ચાર અારોપીની સીઅાઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. તમામ અારોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીઅે અારોપીના રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.અે તમામ અારોપીના તા.24મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, સી.અાઇ.ડી. ક્રાઇમમાં તા.25 એપ્રિલ 2016ના રોજ દિપ કેપિટલ સર્વિસિસ પ્રા.લિ.ના ડાયરેક્ટર, સંચાલક રાજુ ભરવાડ સહિતના અારોપીઅો સામે ગુનો દાખલ થયો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે,આરોપીઅોને આર.બી.અાઇ. તરફથી કોઇ મંજૂરી મળેલી ન હોવા છતાં તેમણે જય ખોડિયાર મિત્ર મંડળના નામે નાણાકીય સ્કીમ મૂકી હતી અને લોકોને ટૂંકા ગાળામાં મોટું વળતર આપવામાં આવશે તેવી લાલચ આપી હતી.અનેક લોકો આરોપીઅોની આ લોભામણી લાલચમાં આવ્યાં હતાં અને તેમણે રોકાણ કર્યું હતું અને પાછળથી આ નાણાં પરત અપાયા ન હતાં અને કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે સી.આઇ.ડી. ક્રાઇમે તપાસ શરૂ કરતાં તપાસમાં કરોડોનું કાૈભાંડ સપાટી પર અાવ્યું હતું.સીઅાઇડી ક્રાઇમે અા કાૈભાંડમાં સંડોવાયેલા કંપનીના ચાર ડાયરેક્ટર રાકેશ રમેશભાઇ બુંદેલાલ, જનક જયંતિભાઇ પંચાલ, કમલેશ કેશવલાલ પંચાલ અને ભાવેશ વિષ્ણુપ્રસાદ સાધુની ધરપકડ કરી હતી અને તેમને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીઅે અારોપીઅોના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.અે તમામ અારોપીઅોના તા.24મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અારોપીઅોના રિમાન્ડ માટેનાં કારણો

વર્ષ 2010થી ચાલતા કાૈભાંડમાં અન્ય કેટલા શખ્સની સંડોવણી છે ?

કંપનીના રજિસ્ટર થયેલા ડોક્યુમેન્ટ કબજે કરવાના બાકી છે.

અારોપીઅોઅે ખૂબ જ મોટા અાર્થિક વ્યવહારો કરેલા છે તેની તપાસ કરવાની છે.

નાણાંનું રોકાણ ક્યાં કરવામાં અાવ્યું છે ? કેટલી મિલકત વસાવી છે ?

વિવિધ અોફિસમાં ઉપયોગમાં લેવાતી સ્ટેશનરી ક્યાં છપાતી હતી ?

અારોપીઅોઅે અલગ અલગ કેટલી સ્કીમો મૂકી હતી ?

205 બ્રાન્ચ મારફતે કુલ કેટલાં લોકો સાથે છેતરપિંડી કરવામાં અાવી છે ?

અેજન્ટો સહિતના તમામ લોકોની માહિતી મેળવવાની છે.

X
Vadodara News - four directors of jai khadiyar mitra mandal arrested in crores of cheating cases 070531

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી