વૃદ્ધા ભૂલી પડતાં અભયમે પરિવાર સુધી પહોંચાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર નજીકના ગામમાંથી વડોદરાના મંદિરમાં પુનમ ભરવા આવેલી વૃદ્ધા ભુલી પડતાં અભયમે વૃદ્ધાનું સરનામું શોધી પરિવાર સુધી પહોંચાડયા હતા.

શહેરના લાલબાગ વિસ્તારમાંથી એક વ્યકતીએ 181 અભયમ હેલ્પલાઇનને ફોન કરી એક વૃદ્ધા રસ્તા પર બેસી રહી ભજન ગાયા કરે છે અને તેને પુછતાં તે કોઇ જવાબ આપતા નથી,તેવી જાણ કરી હતી, જેથી અભયમની ટીમ તેમની પાસે પહોંચી હતી. અભયમની ટીમે તેમની પાસેની થેલીમાં તપાસ કરતા કેટલાક ફોન નંબરો લખેલો કાગળ મળ્યો હતો, જેથી તેમાંથી એક ફોન નંબર પર ફોન કરતા એક મહિલાએ ફોન ઉપાડયો હતો અને તેમણે જણાવ્યું હતું કે મારી માતા દર પુનમે પુનમ ભરવા વડોદરા જાય છે અને આ વખતે પણ તેઓ ગયા હતા પણ હજું તેઓ ઘેર પરત આવ્યા નથી. અને અમે તપાસ કરીએ છીએ.ત્યારબાદ અભયમની ટીમે વૃદ્ધાને સમજાવી મંદિરમાં દર્શન કરાવ્યા બાદ તેમને તેમની પુત્રીના ઘેર પહોંચાડયા હતા. વૃદ્ધાના પરિવારે અભયમની ટીમનો આભાર માન્યો હતો.