તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Foreign Students Celebrated Indian Festivals With Studies Cultured Culture And Civilization 075507

વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે ભારતીય તહેવારો ઉજવ્યા, સંસ્કૃતિ અને સભ્યતા શીખ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારુલ યુનિવર્સિટીમાં દર વર્ષે વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ કોર્ષમાં પ્રવેશ લે છે. વર્ષ 2018-19માં 18 દેશના 128 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરેલ છે જેનો કોન્વોકેશન પ્રોગ્રામ યુનિવર્સિટી દ્વારા રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત પારૂલ યુનિવર્સિટી સાથે એમઓયુ કરનાર વિદેશની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટુકા અભ્યાસ તેમજ સ્ટુડંટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પણ આવતા હોય છે. યુનિવર્સિટીના પ્રમુખ દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ભારતીય સંસ્કૃતીનુ પણ શીક્ષણ આપવામાં આવે છે. ભારતીય વિદ્યાર્થીઓ સાથે વિદેશી વિદ્યાર્થીઓ પણ ભારતીય સંસ્કૃતિન ુંમહત્વ સમજાય તેથી ભારતીય તહેવાર પણ ઉજવવામાં આવે છે. અને વિદેશી વિદ્યાર્થીઓના રાષ્ટ્રીય તેહવારની ઉજવણી પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સીયેરા લીઓનથી અભ્યાસ કરવા આવેલ ક્રીસ્ટોફર મસ્સાક્યુઓય તેમજ ઘાનાથી અભ્યાસ કરવા આવેલ અમીહીરે અલ્બટ કુડજોઈને ઈન્ટરનેશનલ કંપનીમાં પ્લેસમેન્ટ મળેલ છે. તેમજ ઝીમ્બાબવે ના વિદ્યાર્થી પ્રેટ્રોસ ક્યામાંએ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે જસ્ટ અ થોટ નામની મોટીવેશનલ નોવેલ લખેલ છે.

Student Exchange

પારુલ યુનિવર્સીટી ખાતે અભ્યાસ અર્થે આવેલ વિદેશી વિદ્યાર્થીઓ.

અન્ય સમાચારો પણ છે...