તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News For The First Time A Robot Built In Vadodara Will Represent India In The Usa 074548

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલીવાર વડોદરામાં બનેલો રોબોટ USAમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ કક્ષાની 6 સ્પર્ધામાં વડોદરાના આ વિદ્યાર્થીઓ જીતી ચૂક્યાં છે

20 વર્ષમાં પહેલીવાર એક ભારતીય આંતરરાષ્ટ્રીય રોબોટિક સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. ત્યારે ટીમના સભ્ય યશ દેશમુખે જણાવ્યું હતું કે નેશનલ લેવલની 10 સ્પર્ધામાં અમે ભાગ લીધો છે અને તેમની 6 સ્પર્ધામાં અમે વિજેતા થયા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ અમારી પહેલી સ્પર્ધા છે અને જેમાં અમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે દેશનું નામ જરૂર ઉજ્જવળ કરીશું. આ સ્પર્ધાને જીતવા માટે અમે દિવસરાત મહેનત કરી છે જે સફળ થશે.

ભાગ લેનાર ભારતીય

} યશ દેશમુખ, ચરોતર યુનિવર્સિટી ઓફ વિજ્ઞાન અને ટેકનોલોજી, ચાંગા

} તુષાર સક્સેના, ચરોતર યુનિવર્સિટી ઓફ વિજ્ઞાન અને ટેકનોલોજી, ચાંગા

} પરમ મહેતા, ચરોતર યુનિવર્સિટી ઓફ વિજ્ઞાન અને ટેકનોલોજી, ચાંગા

} નીલ મિસ્ત્રી, કે.જે. ઇન્સ્ટિટ્યૂટ અને ટેક્નોલોજી, સાવલી

} મોહિત પંચાલ, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિ. ઓફ ટેક્નોલોજી, સુરત

} અક્ષય ગોંડલીયા, પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર

રોબોટિક્સની સફર આ રહેશે

} 22 માર્ચના રોજ રોબોટ કેલિફોર્નિયા જશે.

} 28 માર્ચના રોજ સ્પર્ધકો કેલિફોર્નિયા પહોંચશે.

} 30 માર્ચના રોજ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવશે.

} 15 એપ્રિલના રોજ સ્પર્ધા પૂર્ણ કરવામાં આવશે.

} 16 એપ્રિલના રોજ સ્પર્ધકો ભારત પરત ફરશે.

} 15 મેથી ડિસ્કવરી ચેનલ પર શો ટેલિકાસ્ટ હશે.

આનંદ ભટ્ટ ભારતભરમાં 36માં ક્રમાંકે પાસ થયો

શહેરનાં આનંદ યોગેશ ભટ્ટે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તે અમદાવાદ ટાટા મોટર્સમાં નોકરી કરે છે. ગેટમાં આનંદે 80.95 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયા 36મો રેન્ક મેળવ્યો છે. આનંદે જણાવ્યું હતું કે, મારા પિતા મિકેનિકલ એન્જિનિયર છે અને માતા હાઉસ વાઇફ છે. આ પહેલા પણ મે ગેટની પરીક્ષા આપી હતી પરંતું જોઇતો રેન્ક પ્રાપ્ત ન થતા મે ફરી પરીક્ષા આપી હતી. હું નોકરીમાંથી સમય કાઢીને છેલ્લા 7થી 8 મહિનાથી રોજનાં પાંચથી છ કલાક તૈયારી કરતો હતો. જીવનમાં ઘણી પરીક્ષા વિદ્યાર્થીઓ આપે છે, તેમાં નિષ્ફળ થવા છતાં હિમ્મત હાર્યા વિના સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન અને મહેનત કરવી જરૂરી હોય છે.

કિંતન નોટિંગહામ યુનિ.માં પસંદ થયેલો પહેલો ભારતીય

શહેરનાં કિંતન શાહે ગેટમાં આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગમાં ભારતભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કિંતને 100માંથી 72 માર્કસ અને ક્વોલિફાયિંગ માર્કસ 34.831.3 મેળવી ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો છે. આ અગાઉ કિંતન 2013માં યુકેની ખ્યાતનામ નોટિંગહામ યુનિવર્સિટીમાં ‘સસ્ટેનેબલ રલિ બિલ્ડીંગ’માં પસંદગી પામનાર એકમાત્ર એશિયન હતો. કિંતન IITમાં સોશિયો-ઇકોનોમિ ડેમોગ્રાફી, ઇકોલોજી તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે અર્બન એન્ડ રૂરલ પ્લાનિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે. કિંતન હાલમાં પારુલ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર વિભાગમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે સેવા આપે છે.

વડોદરાનો કિંતન શાહ GATEમાં આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગમાં દેશમાં પ્રથમ ક્રમાંકે

સિટી રિપોર્ટર | દેશની IIT, NIT તેમજ પબ્લિક સેક્ટર કંપનીઓ અને સંસ્થાઓમાં પ્રવેશ-નોકરી માટે લેવાતા ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુટ ટેસ્ટ ફોર એન્જિનિયરિંગનું પરિણામ જાહેર થયું છે. જેમાં 6.8 લાખ વિદ્યાર્થીઓમાંથી 18.8 ટકા ક્વોલિફાય થયા છે. ગેટ પરીક્ષા 2, 3, 9 અને 10 ફેબ્રુઆરીનાં રોજ લેવાઇ હતી. જેમાં વડોદરાનાં કિંતન શાહે આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ગેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

4 મહિનામાં 14 લાખનો રોબોટ બન્યો, દેશના 88 લોકોએ 2.5 લાખ રૂપિયાની મદદ કરી

city pride
સિટી રિપોર્ટર . વડોદરા


વર્ષ 2000માં શરૂ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની રોબોટ બેટલ બેટલબોટ્સમાં પહેલીવાર ભારતીય ટીમ પસંદ થઇ છે. જે અંગે ઓટોવોલ્ટ્સ રોબોટિક્સ ટીમના તુષાર સક્સેનાએ જણાવ્યું હતું કે, કેલિફોર્નિયા ખાતે બેટલબોટ્સ 2020નું યોજાશે. 30 માર્ચથી 15 એપ્રિલ સુધીની સ્પર્ધામાં 150 દેશો ભાગ લેશે. 6 રાઉન્ડની આ સ્પર્ધામાં ભારતીય ટીમને સ્પોન્સર કેટેગરીમાં સિલેક્ટ કરવામાં આવી છે. જેને કારણે બે ક્વોલિફાયર રાઉન્ડમાં ભાગ લીધા વગર એટોમ 94 રોબોટ ત્રીજા રાઉન્ડમાં એટલે કે ટોપ 16માં બીજા રોબોટ સાથે બાથ ભીડશે. 14 લાખમાં બનેલા રોબોટને માટે વડોદરાની માઈક્રોસોફ્ટ એન્જિનિરીંગ, ટેક એન્જિનિરીંગ અને સ્કિલ ઇન્ડિયાએ મદદ કરી છે. જયારે રોકમેન સુરતે દ્વારા પણ મદદ કરવામાં આવી છે. મકરપુરા વિસ્તારમાં આવેલી વિનાયક ઇન્ડસ્ટ્રી ખાતે 14 લાખનો રોબોટ 4 મહિનાની મહેનતે વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. રોબોટિકની સૌથી મોટી ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે અમે ફંડ રેઝિંગ ઇવેન્ટ કરી હતી. જેમાં દેશના 88 લોકોએ 2.5 લાખ આપ્યા હતા. આ વર્ષે ભારત સ્પોન્સર ટીમ હોવાથી 30 માર્ચથી 15 એપ્રિલ સુધી આયોજિત આ ચેમ્પિયનશિપમાં થનારો દરેક ખર્ચો આયોજકો ઉપાડશે.

city pride
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો