તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક આંખ ધરાવતી 3 વ્યક્તિને પહેલીવાર લાઇસન્સ ઇશ્યૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા

શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. સીસીટીવી સર્વેલન્સ હેઠળ વાહન ચાલકોને આવરી લેવાયાં છે. કેન્દ્ર સરકાર પરિવહનના નિયમોનું કડક અમલીકરણ કરાવી અકસ્માત નિવારણ ઉપર ભાર આપી રહી છે.ત્યારે બીજી બાજુ દિવ્યાંગોને બીજાની સહાય લેવી ન પડે તે માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં એક આંખવાળી વ્યક્તિને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા માટે પરિપત્ર કર્યો છે. મેડિકલ બોર્ડની ચકાસણી અને સર્ટિફિકેટ બાદ લાઇસન્સ મેળવી શકશે. જોકે માત્ર નોન કોમર્શિયલ વેહિકલ માટે લાઇસન્સ મળશે.વડોદરા આરટીઓ દ્વારા 3 વ્યક્તિઓને પ્રથમ વખત લાઇસન્સ આપવામાં આવ્યાં છે.

એક હાથ અને એક આંખ કે એક પગ ધરાવતી વ્યક્તિ લાંબા ગાળે પોતાનાં રાજિંદાં કામો માટે ટેવાઇ જાય છે. જે આધારે કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલીક છૂૂટછાટ આપી છે. કેટલીક વખત અકસ્માતમાં કે રોગને કારણે કે અન્ય બનાવથી કેટલાંક લોકો દૃષ્ટિ ગુમાવતાં હોય છે. ત્યારે તેમને વાહન ચલાવવા લાઇસન્સ મળતું નથી. તેમજ રોજિંદા વાહન વ્યવહાર માટે અન્ય વ્યક્તિનો સહારો લેવો પડે છે. જેથી કેન્દ્ર સરકારે આ અંગે પરિપત્ર કરી કેટલાક નિયમોનું પાલન થતું હોય તો લાઇસન્સ આપવા પરિપત્ર કર્યો છે.જે અંગે વડોદરા આરટીઓ દ્વારા અમલ કરાયો હોવાનું એ.આર.ટી.ઓ. એમ.એ.મન્સુરી દ્વારા જણાવાયું હતું.

ઇનવેલિડ કેરેજ કેટેગરીમાં ઉમેરો થયો છે
એક આંખવાળી કે દિવ્યાંગ વ્યક્તિને અલગ મેન્સન કરાતી નથી. ઇનવેલિડ કેરેજમાં લાઇસન્સ અપાય છે. અમે ત્રણ વ્યક્તિને પ્રથમ વખત લાઇસન્સ આપ્યાં છે. વાસ્તવમાં ઇનવેલિડ કેરેજ કેટેગરીમાં એક કેટેગરીનો ઉમેરો ગણી શકાય. એ.એમ. પટેલ, ARTO

કઇ શરતોને આધીન લાઇસન્સ મળે

ટેસ્ટનો કોઠો વીંધવો પડશે
આરટીઓ દિવ્યાંગોના મેડિકલ સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજો ચકાસ્યા બાદ ટેસ્ટ ટ્રેક માટે મંજૂરી આપશે. પરંતુ આ વ્યક્તિએ ઓટોમેટિક ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવો ફરજિયાત છે. સામાન્ય સંજોગોમાં અંદાજે 60 ટકા લોકો આ ટેસ્ટ ટ્રેક પર નાપાસ થાય છે.

ઉમેદવાર 6 મહિનાથી વધુ સમયથી એક આંખે જોતું હોય

બન્ને તરફનાં મિરર યોગ્ય રીતે જોઇ શકતું હોય

મેડિકલ સર્ટિફિકેટમાં 6/12 વિઝન હોવું જોઇએ.

સિક્સ/ટ્વેલ્વનું વિઝન શું છે
કેન્દ્ર સરકાર દ્વારા સિક્સ ટ્વેલ્વના વિઝનનું મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. શહેરના ઓપ્થોલ્મોલોજિસ્ટ ડો. અશોક મહેતા મુજબ , જે સામાન્ય માણસને 12 મીટર દૂરથી દેખાતું હોય તે એક આંખવાળા માણસને 6 મીટર દૂરથી દેખાવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...