તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News For The Families Of The Martyrs Vadodara Collects More Than Rs 1 Crore 041005

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોના પરિવારજનો માટે વડોદરાએ રૂપિયા 1 કરોડથી વધુની રકમ ભેગી કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના પુલવાવામાં આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોના પરીવારજનો માટે શહેરના નાગરીકો,ઉદ્યોગપતીઓ તેમજ સંસ્થાઓ મળીને 1 કરોડથી વધુની રકમ ભેગી કરી છે. આ રકમને સૈનિક કલ્યાણ બોર્ડ, ભારત કે વીર વેબસાઈટ અને કલેક્ટર મારફતે શહિદોના પરીવારજનો સુધી પહોચાડાશે. બીજી તરફ જીલ્લા કલેક્ટર કચેરીમાં જવાનોના પરીવારજનોની મદદ માટે રોજની 10 થી વધુ ઈન્કવાયરી આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જીલ્લા તંત્રના અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં શહિદ જવાનોના પરિવારજનોને આર્થીક સહાય કેવી રીતે પહોચાડાય તેવી 5 હજારથી વધુ ઈન્કવાયરી આવી છે. જેમાં શહેરીજનોએ રૂ.1 કરોડથી વધુની રકમ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે. જોકે ગૃહ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ નથી.પરંંતુ રાજ્યમાં લોકો દ્વારા જે આર્થીક મદદ કરવાની ભાવના જોઈને સરકારે પણ હવે સીઆરપીએફના શહિદ જવાનોના પરીવારજનોને આર્થીક સહાય પહોંચે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. જોકે ગૃહ વિભાગના અધિકારીઓ દ્વારા મીનીસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવેલી ‘ભારત કે વીર’ નામની વેબસાઈટ પરથી પણ શહિદ જવાનોને આર્થીક મદદ મોકલી શકાસે તેમ જણાવ્યું છે.

શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ ગુજરાત પબ્લીક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા શહીદ સ્મારકનો ફ્લોટ ઉભો કરીને શહીદ જવાનોને શ્રદ્ધાજંલિ અપાઈ હતી.ફતેગંજમાં સોશાયટી ફોર ધી ફિઝીકલી હેન્ડિકેપ્ડના સભ્યો દ્વારા શહીદ થયેલા સૈનિકોને શ્રધ્ધાંજલીમાં દિવ્યાંગ બાળકો દ્વારા ગુલાબની પાંખડીઓથી ભારતનો નકશો બનાવી વચ્ચે અમર જવાન લખવામાં આવ્યું હતું.

યુનાઈટેડ વે ઓફ બરોડા દ્વારા રૂ.40 લાખ

નંદેસરી એસોસીએશન દ્વારા રૂ.55 લાખ

હેલ્પીંગ એન્ડ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રૂ.1.11 લાખ

ઉદ્યોગપતી ભરત દેસાઈ દ્વારા રૂ. 11 લાખ

કલેક્ટર કચેરીમાં રોજે રોજ શહિદ જવાનોના પરીવારજનોને આર્થીક સહાય મોકલવા માટેની ઈન્કવાયરી આવી રહી છે. આ સહાય સીઆરપીએફના જવાનોના પરીવારજનો સુધી પહોચે તે માટે ટુંક સમયમાં જ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેના માટે અેક અલગથી એકાઉન્ટ બની શકે છે,જેમાં રકમ ટ્રાન્સફર કરી શકાશે. શાલીની અગ્રવાલ,જીલ્લા કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો