તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Food Poisoning Effect Of 9 People After Eating Cakes And Rheumatism At Birthday Party 073044

બર્થડે પાર્ટીમાં કેક-પુલાવ ખાધા બાદ 9 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંતેશ્વર વિસ્તારમાં રહેતા કમલેશ વસેતરાવ કદમના ઘરમાં બર્થ ડે પાર્ટીનું અાયોજન કરવામાં અાવ્યું હતું.પાર્ટીમાં કેક તથા પુલાવ અારોગીને પરિવાર તથા મિત્ર વર્તુળના લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા તેમને સારવાર અર્થે સયાજી હોસ્પીટલ ખાતે ખસેડવામાં અાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, દંતેશ્વરના ચિરાગનગરમાં રહેતા કમલેશ વસંતરાવ કદમે તેની બર્થડે પાર્ટીનું અાયોજન કર્યું હતું.તેમાં પરિવારના સભ્યો તથા મિત્રવર્તુળને અામંત્રિત કરવામાં અાવ્યા હતા.તમામને કેક અને પુલાવ પીરસવામાં અાવ્યા હતા. જે આરોગ્યા બાદ 9 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પીટલ ખાતે ખસેડવામાં અાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...