તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકકલાનું ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકકલાઓના વિવિધ પાસાંઓનો અભ્યાસ કરીતેને વૈશ્વિક બનાવવા માટેનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ ફોકઆર્ટની શારજહા ખાતે 1થી 3 એપ્રિલ યોજાયેલી કોન્ફરન્સમાં એમએસયુની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસના પૂર્વ મહિલા ડીન પ્રો. પારુલ શાહે એક પેપર-પ્રેઝેન્ટેશન આપ્યું હતું.

આ પ્રેઝેન્ટેશનમાં તેમણે લોકકલાના પ્રચાર પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવવાનો આઇડિયા આપ્યો હતો. તેમના આ વિચારે તમામ દેશોએ એકમતે વધાવી લેતા હવે આગામી સમયમાં ભારત સહિત 75 દેશોમાં તેમની સ્થાનિક લોકકલાઓનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર કરાશે. આ માટેના પ્રોજેક્ટ માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે. પ્રો. પારુલ શાહે જણાવ્યું કે, ‘ વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં લોક કળાઓના તમામ દેશોના સ્થાનિક નૃત્ય,ચિત્ર, શિલ્પ કલા ઉપરાંત ભરતગુંથણ, ખાણીપીણી, રાંધણકલાઓ, સાહિત્યને પણ આવરી લેવાયા છે.

લોકકળાઓના પ્રોજેક્ટમાં વડોદરાથી શું કરાશે ?
પ્રો. પારુલ શાહે જણાવ્યું કે, ભારતની લોકકલાઓના પ્રચાર માટે એક કમિટી બનાવવી પડશે. આ માટે વડોદરા શહેરમાંથી સહકાર મળે તે ઇચ્છનીય છે. આ માટેનું બજેટ પણ ફાળવવામાં આવી રહ્યું છે. આગામી બે-ત્રણ વર્ષમાં ભારતના ભાગનું લોકકળાઓનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર થઇ જશે તેવા ધ્યેય સાથે આયોજન કરવામાં આવશે.

આ સંસ્થાની સ્થાપના અોસ્ટ્રિયામાં 1979માં કરાઇ હતી. આ સંસ્થાને યુનેસ્કોની માન્યતા મળી છે. હાલમાં બહેરિનના ડો. અલિ ખલિફા પ્રમુખ છે. આ સંસ્થા દ્વારા શારજહામાં યોજાયેલી કોન્ફરન્સ માટે 600 પેપર્સ-પ્રેેઝેન્ટેશનનું સ્કેનિંગ કરી 20 ને સિલેક્ટ કરાયાં હતા.

વર્ચ્યુઅલ મ્યુઝિયમ ઇન્ટરએક્ટિવ હશે
વર્ચ્યુઅલ મ્યુઝિયમનો મુખ્ય ફાયદો એ હશે કે લોકો ઇન્ટરનેટ પર જ ફોન કે ડેસ્કટોપ પર જ દુનિયાભરની લોકકળાના વિવિધ પાસાઓની માહિતી મેળવી શકશે. આ લોકકળા કેવી રીતે વહેવારમાં આવી, શા માટે જે વિસ્તારમાં આવી, આ કળાની મુખ્ય લાક્ષણિકતાઓ કઇ છે સહિતની વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...