તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Five Thousand Bags Will Be Distributed By Gandhi Jayanti To Make The City Plastic Free 072627

શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા ગાંધી જયંતીએ 5 હજાર બેગનું વિતરણ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટેનો વિચાર વહેતો મૂકવામાં અાવ્યો હતો.તેમાંથી પ્રેરણા લઇને શહેરના રૂકમીલ શાહ 2 ઓક્ટોબરના રોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પ્લાસ્ટિકના પ્રતિબંધને પ્રોત્સાહન અાપવા માટે પેપર અને કોટનની 5 હજાર બેગનું વિતરણ કરશે.તેની સાથે જૂનાં ચાદર અને ચોરસા માટે કલેક્શન સેન્ટર બનાવી તેમાંથી બેગ બનાવવાના પ્રોજેક્ટને વેગ અાપશે.

વધુમાં રૂકમીલ શાહે જણાવ્યું હતું કે,અમારા બરોડા યૂથ ફેડરેશન દ્વારા પ્રધાનમંત્રીના પ્લાસ્ટિક પર પ્રતિબંધના વિચારને બળ અાપવા માટે 2 ઓક્ટોબરના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં 5 હજાર જેટલી પેપર અને કોટનની બેગ મફતમાં અાપવામાં અાવશે.તેની પાછળનો ઉદ્દેશ શહેરના નાગરિકો સુધી પ્લાસ્ટિકનો વિકલ્પ અાપવાનો છે.

5 હજાર બેગના વિતરણથી શહેરનાં 1 ટકા જેટલાં ઘરો સુધી પ્લાસ્ટિકના વિકલ્પ અંગેનો સંદેશો પહોંચાડવાનું છે.મફત બેગ માટે દાતાઓ દ્વારા ફંડ અાપી દેવામાં અાવ્યું છે.

પ્લાસસ્ટિક મુક્ત શહેર બનાવવા આ પ્રકારની બેગનું વિતરણ કરશે

અભિયાનને વેગ આપવા કલેક્શન સેન્ટર બનાવાશે
શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના અભિયાનને વેગવંતુ બનાવવા માટે જૂનાં ચાદર અને ચોરસામાંથી બેગ તૈયાર કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં અાવ્યો છે.તેના માટેનું મટિરિયલ ભેગું કરવા માટે વિસ્તાર દીઠ અલગ-અલગ કલેક્શન સેન્ટર ઉભાં કરવામાં અાવશે.જેને કારણે અાગમી દિવસોમાં પ્લાસ્ટિકના ટકાઉ વિકલ્પ તૈયાર કરવામાં અાવશે અને તેને કારણે નવી રોજગારીની તકનું સર્જન થાય તે દિશામાં કામગીરી હાથ ધરાશે.

બીજા તબક્કામાં શહેરનાં મોટા ભાગના િવસ્તારોને આવરી લેવાશે
શહેરની વસ્તી 18 લાખની છે.5 હજાર પેપર બેગ તથા કોટન બેગને ઘરદીઠ એક અાપવામાં અાવશે.અામ, પ્રથમ તબક્કામાં શહેરનાં 5 હજાર ઘર એટલે કે 1 ટકા રહેવાસીઓ સુધી પ્લાસ્ટિક બેગનો વિકલ્પ પહોંચાડવામાં અાવશે.બીજા તબક્કામાં વધુમાં વધુ શહેરવાસીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્ન કરી શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની નેમ વેગવંતી બનાવવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...