તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેનેડાના વિઝા આપવાનું કહી વૃદ્ધના 5 લાખ પડાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝામપુરામાં આવેલ ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા વૃદ્ધની પુત્રવધુ અને પુત્રવધુની ભાભીને કેનેડા જવાના વિઝા આપવા જણાવી ગાયત્રી ઓવરસીઝ કંપનીના ચાર સભ્યોએ તબક્કાવાર જુદા જુદા ચાર્જીસના રૂ. 5 લાખ પડાવી બે વાર વિઝા રિજેક્ટ થયા છે તેમ કહી ત્રણ વર્ષ બાદ પણ રૂ. 5 લાખ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

અનિલભાઈ પ્રહલાદભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ ગત 25 સપ્ટેમ્બર 2017ના રોજ ગાયત્રી ઓવરસીઝ કંપનીની કેનેડા જવા માટે 100 ટકા પી આર વિઝાની જાહેરાત વાંચી હતી.જેથી તેઓએ પુત્ર કેતૂલ, પુત્રીવધુ પ્રતીક્ષા અને પૌત્ર વીર માટે કેનેડાની ફાઈલ મુકવાનો વિચાર આવતા ડિલક્સ ચાર રસ્તા પાસે આવેલ કૃણાલ કોમ્પલેક્ષની ગાયત્રી ઓવરસીઝ કંપનીના ડાયરેક્ટર રાકેશ અરવિંદ પટેલને મળ્યા હતા.

રાકેશ પટેલે તેઓને વિઝાની માહિતી આપી 100 ટકા વિઝા મળી જશે તેમ જણાવી વિઝા ફાઈલ મુક્તા પહેલા 2.50 લાખ અને વિઝા મળી જાય ત્યારે કેનેડા પહોંચ્યાબાદ 2.50 લાખ આપવાના રહેશે અને વિઝા કેન્સલ થશે તો રૂ. 10 હજાર તેમની ફીસ કાપી બાકીની રકમ પરત મળી જશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેઓએ પુત્રવધુ પ્રતીક્ષાના અને તેણીની ભાભી એકતાબેન કર્તવ્યભાઈ પટેલ(રહે.મહેસાણા) ની ફાઈલ મૂકી હતી. દરમિયાન કિરણ મનુભાઈ પટેલ, રાકેશ અરવિંદભાઈ પટેલ અને દિવ્યેશ ચંદ્રકાન્ત પટેલ અને ઘનશ્યામ મગન પરમારે જુદા જુદા ચાર્જીસ જણાવી 5 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ બે વાર વિઝા રિજેક્ટ થયા છે તેમ કહી ત્રણ વર્ષે પણ પૈસાર પરત આપ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...