તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર ગામે હડકાયા કૂતરાએ પાંચ બાળકોને બચકાં ભર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાના પોર ગામમાં બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં એક હડકાયા કૂતરોએ આતંક મચાવ્યો હતો.કૂતરાએ પાંચ નાના ભૂલકાએ કરડી લેતાં સારવાર માટે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક બાળકને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પોર ગામના બસસ્ટેન્ડ પાછળ અાવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રવિવારના રોજ ચાર વાગ્યાની અાસપાસ એક હડકાયા થયેલા કૂતરાએ ભારે અાતંક મચાવ્યો હતો. હડકાયા થયેલા કૂતરાએ પાંચ જેટલ‍ા પરિવારના નાના ભૂલકાઓને કરડી લેતાં તમામ પાંચ બાળકોને સારવાર અર્થે પોર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક બાળકને વધુ ઈજાઓ થતા વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મકરસંક્રાંતિનું પર્વે જો હડકાયા થયેલા કૂતરાને પકડવામાં નહીં અાવે તો લોકોનું પર્વ બગડશે. એવી પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. પોર ગામના લોકોને હડકાયા શ્વાનના ત્રાસથી વહેલી તકે મુક્તિ અપાવે અેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...