તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચંડ ધડાકો, છ માનવ શરીરના ફૂરચા ઉડી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાદરાના ગવાસદમાં આવેલી અેઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.માં બ્લાસ્ટની ઘટનામાં છ લોકોનાં મોત અને 8 લોકોને ઈજા પહોંચી હોવા છતાં કંપનીના માલિક અને ડાયરેક્ટરો તેમજ જવાબદાર અધિકારીઅો બનાવની જાણ થતાં જ ફરાર થઇ ગયા હતા. સવારે કંપનીમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના સિલિન્ડર ભરતી વખતે પ્રંચડ ધડાકો થતાં છ માનવ શરીરના ફૂરચા ઉડી ગયા હતા.

કંપનીમાં ધડાકો થતાં ગવાસદ ગામના લોકો તેમજ નજીકમાં અાવેલી કંપનીના લોકો પહેલાં મદદ માટે પહોંચ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્તોને તેમની અેમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલ્યા હતા. બીજી તરફ અાટલી મોટી જીવલેણ ઘટના બની હોવા છતાં માનવતા ભૂલીને કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ, ડાયરેક્ટર શ્વેતાંશુ પટેલ તેમજ અન્ય અધિકારીઅો ફરાર થઇ ગયા હતા.

બ્લાસ્ટની જાણ થતાં સેફ્ટી ઇન્સ્પેક્ટર, મામલતદાર તેમજ જીપીસીબી અને પોલીસ અધિકારીઅો કંપની ખાતે દોડી અાવતાં તેમની પ્રાથમિક તપાસમાં કંપનીમાં સેફ્ટી બાબતે ઘોર બેદરકારી હોવાનું જણાયું હતું. કર્મચારીઅોને સેફ્ટીનાં સાધનો અપાયાં ન હતાં, કોઇ સૂચના લખવામાં અાવી ન હતી. ગવાસદ ગામના લોકોઅે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ અેટલો પ્રચંડ હતો કે, તેમનાં મકાનોમાં પણ ધ્રુજારી જણાઇ હતી અને પહેલાં તો તેઅો ધરતીકંપ અાવ્યો હોવાનું માનીને ઘરની બહાર નિકળી ગયા હતા.

બ્લાસ્ટમાં અોક્સિજન અને હાઇડ્રોજન મળતાં મોતનું સંયોજન રચાયું ?
વડોદરા ऑ| બનાવની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટની કચેરીના અધિકારીઅો પણ ઘટનાસ્થળે દોડી અાવ્યા હતા. અધિકારી અાર.અે.પટેલે જણાવ્યું હતું કે, અેઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.માં અોક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનાબોટલનું રિફિલિંગનું કામ થતું હતું. અાજેની દુર્ઘટનામાં અોક્સિજન, હાઇડ્રોજન કે, પછી નાઇટ્રોજન પૈકી કયાં સિલિન્ડર ફાટવાના કારણે દુર્ઘટના સર્જાઇ છે તે હજી સ્પષ્ટ થઇ શક્યું નથી. અમારી પ્રાથમિક તપાસમાં કંપનીમાં લાલ કલરનાં હાઇડ્રોજનના 3 સિલિન્ડર ફાટેલી હાલતમાં જોવા મળ્યાં છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે અને ચોક્કસ કારણ અેફ.અેસ.અેલ.ની તપાસમાં ખૂલશે. કંપનીમાં બ્લાસ્ટની ઘટના અંગે ફાયર બ્રિગેડના અેક અધિકારીઅે જણાવ્યું હતું કે, અોક્સિજન સામાન્ય રીતે અાટલા પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટે નહીં. કંપનીમાં નાઇટ્રોજન અ્ને હાઇડ્રોજનનાં સિલિન્ડરનું પણ રિફિલિંગ થતું હોઈ અોક્સિજન અને હાઇડ્રોજન અેકબીજાના સંપર્કમાં અાવતાં તો બ્લાસ્ટ નથી થયો ને ? તે બાબત તપાસનો વિષય છે. શક્ય છે કે, અા બન્ને ગેસના કારણે પણ બ્લાસ્ટ થયો હોઇ શકે છે.

ફાયર બ્રિગેડ ત્રણ કલાક સુધી અંદર ન ગઇ
વડોદરા |કંપનીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં છ લોકોના મોત નિપજ્યાં હતા અને ત્યાર બાદ ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે, જે તે સમયે કંપની અંગે જાણકારી અાપે તેવો અેક પણ કર્મચારી હાજર ન હતો. માલિક કે, પછી અન્ય કોઇ અધિકારીઅો પણ ન હતા. ગેસ લીકેજ થતો હોવાનું પણ જણાયું હતું અેટલે ફરી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના જણાતી હોઈ કયા પ્રકારના ગેસનું લીકેજ થઇ રહ્યું છે તે જાણવું જરૂરી હતું. અધિકારીઅોઅે નજીકની કંપનીમાંથી ગેસ અેનેલાઇઝર લાવ્યા બાદ હાઇડ્રોજન ગેસ લીક નથી થતો તે સ્પષ્ટ થયા બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઅોઅે બચાવ કામગીરી શરૂ કરી હતી.

20 ફૂટ ઉંચી છત ધરાશાયી શેડ કાટમાળમાં ફેરવાઇ ગયો
અેઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.માં અોક્સીજનના કાળા બોટલ અ્ને હાઇડ્રોજનના લાલ બોટલનો મોટો જથ્થો જોવા મળ્યો હતો. ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી તેમજ પોલીસ અધિકારીઅો માટે અા લાલ બોટલોઅે ભારે કાૈતુક જગાવ્યું હતું. સુત્રોના જણાવ્યાં પ્રમાણે તપાસમાં લાલ બોટલો હાઇડ્રોજનના અને કાળા બોટલો અોક્સીજનના હોય તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં અાવી છે. તપાસમાં 3 લાલ બોટલ ફાટેલી હાલતમાં મળી અાવ્યાં હતા. કંપનીમાં થયેલા બ્લાસ્ટની તીવ્રતા અેટલી હતી કે કંપનીની 20 ફૂટ ઉંચી છતના ફૂરચા ઉડી ગયા હતા. અાખી છત તુટીને વેરણ છેરણ થઇ હતી. જ્યારે અાજ સ્થળે સામેની બાજુઅે અાવેલા કંપનીના બિજા પેપરના પ્રોડક્શન યુનીટ ની અોફિસની ફોલ સિલીંગ પણ તૂટી પડી હતી. તેમજ કાચ તુટી ગયો હતો.

આખે આખા હાથ પગ ગાયબ, દીવાલો પર માંસના લોચા ચોંટી ગયા, ઠેર ઠેર લોહીના ફુવારા
એમ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.િલ.માં અાજે સવારે 12 કર્મચારીઓ રોજિંદી નોકરી ઉપર હાજર હતા. માત્ર રૂા.320ના રોજી માટે જીવના જોખમે કોઈપણ સેફ્ટી વગર કામ કરી રહેલા અા કર્મચારીઓને કંપની સત્તાધીશોની બેદરકારીને પગલે મોત મળ્યં હતુ. પ્રચંડ બ્લાસ્ટમાં કર્મચારીઓના શરીરના ફુરચા ઉડી ગયા હતા. માંસ અને લોહીના ડાઘા દીવાલો પર નજરે પડતા હતા.

મદદ |ગવાસદવાસીઓ અને નજીકની કંપનીના કર્મીઓ ઇજાગ્રસ્તોની વહારે
વડોદરા, રવિવાર, 12 જાન્યુઆરી, 2020 | 2

મૃતકોના નામ
અશોક હિંમતભાઇ પઢીયાર (રહે.ટંકારી,તા.જંબુસર)

ગુલાબસિંહ ફુલસિંહ રાઠોડ (રહે.પાદરા)

મફતભાઇ બચુભાઇ પરમાર (રહે.મુવાળા છાલીયેલ, તા.સાવલી)

ફતેસિંહ મંગળસિંહ પઢીયાર (રહે.મુજપુર, પાદરા)

સંજય ગણપતભાઇ (રહે.ગવાસદ, પાદરા)

વાઘાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ (રહે.ગોપાલનગર, અંકલેશ્વર)

ઈજાગ્રસ્તોના નામ
સંજય ભીખાભાઇ પઢીયાર

વિનોદ પરષોત્તમભાઇ નાયક

રમણભાઇ અમરસંગ બારીયા

રાજેન્દ્ર શાંતિલાલ પરમાર

વાધાભાઇ રમણભાઇ ભરવાડ

(ઇજાગ્રસ્તોને બીએપીએસ હોસ્પિટલ, અટલાદરા ખસેડવામાં આવ્યાં હતાં)

માનવતા મરી | કંપનીના માલિક સાંત્વના અાપવા પણ ન ફરક્યા
દુઃખી અને રોષે ભરાયેલા લોકોએ તેમના શર્ટ કાઢી નાખ્યાં
મૃતકના પરિવારજનોઅે વળતરની માગણી સાથે મૃતદેહો ન સ્વીકાર્યા
મોડી રાત્રે મૃતકોના પરિવારજનોને 21 લાખ સહાયની ખાતરી અપાઇ
ભાસ્કર ન્યૂઝ | વડોદરા

અેઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. કંપનીમાં છ લોકોનાં મોત નિપજવાની હૃદયદ્રાવક ઘટના બની હોવા છતાં કંપનીના માલિક અને ડાયરેક્ટરો ફરાર થઇ જતાં અાજે મોટાભાગના લોકોઅે અા વલણ સામે ભારે ફિટકાર વરસાવ્યો હતો.મોડી રાત્રે સ્થાનીક રાજકીય અગ્રણીઓની દરમિયાનગીરી બાદ કંપની સંચાલકોને મૃતકોના પરિવારજનોને 21 લાખ સહાય ચુકવવા ખાતરી આપી હતી.

મોડી સાંજે રોષે ભરાયેલા મૃતકના પરિવારજનો, ગ્રામજનો વડુ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં અેકત્રિત થયા હતા અને તેમણે કંપનીના વલણ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ અને ડાયરેક્ટર શ્વેતાંશુ પટેલ ફરાર થઇ જતાં લોકોઅે માગણી કરી હતી કે, મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવું જરૂરી છે. કંપનીઅે મૃતક તેમજ ઈજાગ્રસ્ત લોકોના પરિવાર તરફ સ્હેજ પણ માનવતા દાખવી ન હાેઈ લોકોઅે મૃતદેહ સ્વીકારવાની જ ના પાડી દેતાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. રોષે ભરાયેલા સામાજિક કાર્યકર અને યુવા સેના, ગુજરાતના અધ્યક્ષ લાખન દરબારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કંપની દ્વારા યોગ્ય વળતરની જાહેરાત કરવામાં નહી અાવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં અાવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના વલણ સામે અમે લોકોઅે ખુલ્લા દિલે બેસીને વિરોધ શરૂ કર્યો છે અને અમે 40 લોકોઅે જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના કહી છે. લોકોઅે અાંદોલન શરૂ કરતાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર અને જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી દોડી ગયા હતા.

4 મૃતદેહના ટુકડા અેકત્રિત કરી PM માટે લઇ જવાયા
બ્લાસ્ટ અેટલો પ્રચંડ હતો કે, સ્થળ પર જ ચાર કર્મચારીના શરીરના ટુકડાઅો ચારે તરફ વિખેરાઇ ગયા હતા. સ્થળ પર અાવેલા લોકો અા દૃશ્ય જોઇને જ ધ્રૂજી ગયા હતા. અા હૃદયદ્રાવક દૃશ્ય જોઇને અમે પણ વિચલિત થઇ ગયા હતા અને નજીકમાં અાવેલી કંપનીની અેમ્બ્યુલન્સ બોલાવીને મૃતદેહના ટુકડા અેકત્રિત કરી લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલ્યા હતા. કમલેશભાઈ પરમાર, િજલ્લા પંચાયતના સભ્ય

તપાસ | બ્લાસ્ટ બાદ કંપનીમાં અધિકારીઓનાં ધાડાં ઉતરી પડયા
વડુ હોસ્પિટલમાં અેકત્રિત થયેલાં લોકોએ મૃતક પરિવારને યોગ્ય વળતર મળે તે માટે અર્ધનગ્ન થઇને મેનેજમેન્ટ સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.

છ મહિના પહેલાં પ્રોડક્શનની કામગીરી બંધ કરાઈ હતી
કંપની પહેલાં નાઇટ્રોજન અને અોક્સિજનનું પ્રોડક્શન કરતી હતી પરંતુ છ મહિના પહેલાં પ્રોડક્શન બંધ કરીને રિફિલિંગની કામગીરી શરૂ કરી હતી. બહારથી મોટા પ્રમાણમાં લિક્વિડ ફોર્મમાં અોક્સિજન અને નાઇટ્રોજન મંગાવી જરૂરિયાત મુજબ બોટલોનું રિફિલિંગ કરતા હતા. ફુગ્ગાવાળા પણ કંપનીમાં હાઇડ્રોજન ગેસના બોટલો લેવા અાવતા હતા. મીતેશ પટેલ, અેઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના પૂર્વ કર્મચારી

કંપનીએ SSGમાં ઓક્સિજનનું ટેન્ડર ભર્યું હતું
વડોદરા | એસએસજીમાં દર્દીઓ માટે રોજના 200થી 300 ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય છે. અા સિલીન્ડરો કંપની હોસ્પિટલમાં લાવે છે. હાલમાં હાલોલની એક કંપની ઓક્સિજન સપ્લાય કરે છે. જે જરૂરિયાત મુજબ સવારે અને બપોરના સમયે આવતા હોય છે. એસએસજીમાં ઓક્સિજન સપ્લાય માટે ઓક્સિજેન કંપનીએ પણ ટેન્ડર ભર્યું હતું પણ એ ટેન્ડર મંજૂર થયું ન હતું. જો ટેન્ડર મંજૂર થયું હોત તો આજે બ્લાસ્ટને લીધે એસએસજીનાં દર્દીઓને ઓક્સિજન મળી શક્યો ન હોત. ઉલ્લેખનિય છે કે SSG હોસ્પિટલમાં અાગામી સમયમાં ઓક્સીજનનો સપ્લાય મળે તે માટે બે ટાંકી બનાવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો