પાંચમા માળેથી પટકાતાં મહિલા શ્રમિકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | મૂળ ઘોંઘબાના એરાલની સવિતાબેન સોમાભાઇ રાઠવા (ઉવ.24) સયાજીપુરા પાણી ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસ યોજનાના નવા બંધાતા મકાનમાં સવારે કામ કરી રહી હતી. તે પાણીની પાઇપ ખેંચી રહી હતી ત્યારે બેલેન્સ ગુમાવતાં તે ભોંયતળિયે પટકાઇ હતી. જેમાં તેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સયાજીમાં સારવાર માટે ખસેડાઇ હતી જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...