ફતેગંજની અનુજ ગેસ અેજન્સીનું લાઇસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજની અનુજ ગેસ અેજન્સીનું લાઇસન્સ 90 દિવસ માટે પુરવઠા વિભાગે સસ્પેન્ડ કર્યું છે. જ્યારે આ ગેસ અેજન્સીના 21 હજાર ગ્રાહકોને બીજી ગેસ અેજન્સીઓમાં વહેંચી દેવાયા છે. જ્યારે ગેસ અેજન્સી પાસેથી જપ્ત કરાયેલા સિલિન્ડરો અન્ય અેજન્સીમાં જમા કરવામાં આવ્યાં હોવાનું પુરવઠા વિભાગનાં સૂત્રોઅે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અનુજ ગેસ અેજન્સીના કર્મચારીઓ ગેસની ચોરી કરતાં ઝડપાયા હતા.

પુરવઠા વિભાગના અધિકારીઅે જણાવ્યું કે, ફતેગંજ સેફ્રોન ટાવરમાં આવેલી અનુજ ગેસ અેજન્સીના ડ્રાઇવર અને હેલ્પરો આર્થિક ફાયદા માટે કારેલીબાગ જલારામનગરમાં આવેલા જયેશ ભરવાડના મકાનમાં ભરેલા સિલિન્ડરોમાંથી ખાલી સિલિન્ડરોમાં ગેસ ટ્રાન્સફર કરતાં પોલીસના હાથે ઝડપાયા હતા. જે ઘટનામાં મકાનમાંથી ઘરેલુ અને કોમર્શિયલ ગેસનાં કુલ 33 ભરેલાં અને 5 ખાલી સિલિન્ડર મળી આવ્યાં હતાં. પોલીસ તપાસમાં ગ્રાહકોને ડિલિવરી આપવાનાં સિલિન્ડરને ખાલી સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરીને તેને કાળાબજારમાં વેચી રોકડી કરવામાં આવતી હતી. પુરવઠા વિભાગે અનુજ ગેસનું લાઇસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...