• Gujarati News
  • National
  • Vadodara News Famous Playwright Arpita Dhadat Soumya Joshi Ojas Rawal Bhargava Thakkar Did The Knowledge Segment In Triveni39s Workshop 073653

ત્રિવેણીના વર્કશોપમાં પ્રખ્યાત નાટ્યકારો અર્પિતા ધગત, સૌમ્ય જોશી, ઓજસ રાવલ, ભાર્ગવ ઠક્કરે નોલેજ શેરીંગ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની નાટ્ય ક્ષેત્રે કાર્યરત ત્રિવેણી સંસ્થા દ્વારા થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ થિયેટર વર્કશોપમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનાં અર્પિતા ધગત, સૌમ્ય જોશી, ઓજસ રાવલ, ભાર્ગવ ઠક્કર, ચિરાગ મોદી, સત્યેન્દ્રસિંગ પરમાર, સુંદર શર્મા, અર્જુનસિંહ મહેતા જેવા ફિલ્મ જગતનાં લોકોએ યુવાનોને જ્ઞાન આપ્યું હતું. યંગીસ્તાનનાં પાર્ટીસીપન્ટે વર્કશોપમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ વર્કશોપ કોલેજનાં વિદ્યાર્થીઓ અને વર્કિગ પ્રોફેશનલ્સ માટે રાખવામાં આવ્યો હતો. જે ફક્ત એક્ટીંગ કે થિયેટરને મગજમાં રાખીને નહિ પણ થિયેટર ઇઝ અ લાઇફસ્ટાઇલનાં કોન્સેપ્ટ સાથે ગ્રુમ થયેલા છે. આ વર્કશોપમાં લાઇફલિવીંગ સ્કીલ અને ફિઝિકલી, મેન્ટલી કઇ રીતે શાર્પ રહી શકાય તેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 11થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વર્કશોપમાં ફક્ત માહિતી જ નહિ પરંતું ડ્રામાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, યોજાએલા વર્કશોપ બાદ હવે આગામી જૂન મહિનામાં આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા સીસીમહેતા ખાતે નાટક અંતર્ગત તે શું શીખ્યાં છે તેનું પર્ફોર્મન્સ પણ આપવામાં આવશે. જેથી તેમને સ્ટેજ એક્સપોઝર મળે.

રોજિંદા જીવનમાં કેવી રીતે એક્ટ કરવું તે યુવાનો અને પ્રોફેશનલ્સને થિયેટર વર્કશોપમાં શીખવ્યું
ઓબ્ઝર્વેશનની કળા પણ શીખવાડવામાં આવી
આ વર્કશોપમાં ઉપસ્થિત રહેલ જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ મારો શ્રેષ્ઠ વર્કશોપ રહ્યો છે. કારણકે આ વર્કશોપમાં મને એવી વસ્તુ શીખવા મળી છે જે મારા જીવન દરમિયાન મે શીખી તો છે પરંતું તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતો ન હતો. આ યંગીસ્તાને મને એ વસ્તુને કઇ રીતે ઉપયોગ કરવો એ શીખવ્યું છે. જેમ કે કોન્સન્ટ્રેટ ક્યાં કરવું, અલગ અલગ વ્યક્તિઓને કઇ રીતે ઓબર્ઝવ કરવાનાં, તરત જ રીસપોન્સ કઇ રીતે અને ક્યારે આપવો એ શીખવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...