વડોદરા એરપોર્ટથી કાર્ગો સેવા શરૂ કરવા અેક્ઝીમ ક્લબની માગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ અેરપોર્ટથી અેક મહિને 2200 ટન અેર કાર્ગો વિદેશમાં જાય છે . જે પૈકી 800 ટન કાર્ગો વડોદરા અને અાસ પાસના વિસ્તારનું હાેય છે. વડોદાર અેરપોર્ટ ખાતે કાર્ગો સેવા અથવા કસ્ટમ ક્લિયરન્સ શરૂ થાયતો સમગ્ર વિસ્તારને ફાયદો થાય તેમ શનિવારે પત્રકાર પરિષદમાં અેકઝીમ ક્લબ દ્વારા જણાવી ફરી અેક વખત અેર કાર્ગોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. સંસ્થા 9મી અેપ્રિલે રજત જયંતી વર્ષ ઉજવશે.

શહેરના અલકાપુરી સ્થિત અેક્ઝીમ ક્લબનાં 25 વર્ષ પૂરાં થયાં છે. ઇમ્પોર્ટ -અેક્સપોર્ટ અંગે સેવા , સહાય અને શિક્ષણનું કામ કરી રહેલી અા સંસ્થા દ્વારા અાગામી 9મીઅે ઉજવાનાર રજત જયંતી મહોત્સવમાં મુંબઇના વક્તા સુધાકર કસ્તુરે દ્વારા માર્ગદર્શન અપાશે. અાાગમી સમયમાં અેક્સપોર્ટર્સ દ્વારા ગ્લોબલ બદલાવને ધ્યાનમાં રાખી પોતાની પ્રોડક્ટમાં બદલાવ કરવા પડશે. વડોદરા મેન્યુફેક્ચર હબ છે અને અત્રેના ઉત્પાદકોઅે સમય મુજબ બદલાવું પડશે તેમ ભાર મૂક્યો હતો. પત્રકાર પરિષદમાં સંસ્થાના ચંદ્રેશ શાહ, વિજય શાહ અને રાજ નાયર સહિત અગ્રણીઅો હાજર રહ્યા હતા. અેક્ઝીમ ક્લબના સભ્યાે દ્વારા જણાવાયું હતું કે કેન્દ્રની લગભગ તમામ સેવા અોનલાઇન થઇ છે. અગાઉ કસ્ટમમાં જે સામાન 48 દિવસમા નહોતો અાવતો તે હવે 48 કલાકમાં આવી જાય છે.

વડોદરામાં 100 કરોડનું અેક્ઝીમ ભવન બનશે
અોલ ઇન્ડિયા લેવલ પર અેક્ઝીમ ક્લબ કાર્યરત છે. ત્યારે અાગામી સમયમાં દેશમાં પાંચ જગ્યાઅે અેકઝીમ ભવન બનાવવા સરકારની યોજના છે. જે પૈકી વડોદરામાં રૂ. 100 કરોડના ખર્ચે અેક્ઝીમ ભવન બનશે તેવી અાશા વ્યક્ત કરાઇ હતી.