અનુભવી વડીલો કહે તે માનવું જોઇએ, પરખવાનો અનુભવ ન કરો

Vadodara News - experienced elders should say that they should believe do not experience it 041651

DivyaBhaskar News Network

Jan 13, 2019, 04:16 AM IST
કોઇપણ વિદ્યાર્થીએ હંમેશા શારીરીક અને માનસિક કાર્યરત રહેવું જોઇએ. તે પછી વર્ગખંડ હોય, સમાજ હોય કે મિત્રવર્તુળ. જો તેમ નહીં રહીએ તો લોકો આપણા કરતાં આગળ જશે અને આપણે પાછળ. વડીલોના અનુભવન સાંભળી તેને સ્વિકારી જીવન જીવવું જોઇએ તેમ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ અને ગવર્નન્સ દ્વારા 12 જાન્યુઆરીના રોજ એમએસયુના સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાએલ યુગોદયમાં યુનિનાં સેનેટ-સિન્ડિકેટ સભ્ય અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ અને ગવર્નન્સના પૂર્વ ડાયરેક્ટર જીગર ઇનામદારે રાઈટ ઓન યોર ડેસ્ટીની વિષય પર ઇન્સ્પિરેશનલ ટોકમાં જણાવ્યુ હતું.

સવારના 8થી બપોરના 1 વાગ્યા સુધી યુગોદય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની 21 શાળાના ધોરણ 7થી 12ના 550થી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઓપન કવીઝ, એક્સ્ટેમ્પર અને લીડરશિપ વર્કશોપમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં લીડરશિપના ગુણોનો વિકાસ થાય તે માટે ટોક પણ આપવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓને ઓપન ક્વિઝ, એક્સટેમ્પર સ્પર્ધાઓમાં ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

Yugoday Event

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ અને ગવર્નન્સ દ્વારા યુગોદય નામનાે વિદ્યાર્થી પ્રતિભા કાર્યક્રમ યોજાયો

પિતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા પુત્ર અનેક લોકોને પુસ્તક ભેટ કરે છે

મહીસાગર જિલ્લાના ધલાલિયા ગામના પુવાર કલ્યાણસિંહ વ્યવસાયે સિક્યુરિટી ગાર્ડ છે, જેમને છેલ્લા 5 વર્ષમાં 25 લાખથી વધુ લોકોને ફ્રીમાં ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, તમિલ, મલયાલી, કન્નડ,ઉર્દુ, પંજાબી અને રાજસ્થાની જેવી દેશની અનેક ભાષાના પુસ્તક આપ્યા છે. જર્મન, ફ્રેન્ચ અને અંગ્રેજી સહીત વિશ્વની 10થી વધુ ભાષા જાણતા અને ઇટાલિયન, થાઈ, કોન્ટિનેન્ટલ અને ચાઈનીઝ સહીત 15થી વધુ ડીશ બનાવી શકનાર કલ્યાણસિંહ માસ્ટર શેફ છે. ગુજરાતમાં 300થી વધુ લાઈબ્રેરી ચાલવતા પુવાર ધાર્મિક, જનરલ નોલેજ, બાળક લક્ષી અને સિનિયર સિટિઝનના પુસ્તકો લોકો સુધી પહોંચાડે છે.

X
Vadodara News - experienced elders should say that they should believe do not experience it 041651

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી