• Gujarati News
  • National
  • Vadodara News Except For Visa Of Australia The Couple Who Cheated 3612 Lakh Was Caught 3 Years 073030

ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને રૂા. 36.12 લાખની ઠગાઇ કરનાર દંપતી 3 વર્ષે પકડાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ તેમજ કાયમી વિઝા અપાવવાનું કહી રૂા. 36.12 લાખની ઠગાઇ કરનાર ટોળકીના સાગરીત દંપતીની ત્રણ વર્ષે પોલીસે ધરપકડ કરી છે. બંને ગુનો નોંધાયા બાદ રાજસ્થાન ઉદેપુરના સવીના ગામે રહેતાં હતાં.

ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા તેમજ કાયમી રહેવાના વિઝા કઢાવી આપવાનું કહી ટોળકીએ વી.પી. ફાર્માસ્યુટિકલ પ્રા.લિ.ના ફરિયાદી સહિતના લોકોને અનુભવના ખોટા લેટર અને ખોટી માર્કશીટો બનાવી રૂા. 36.12 લાખની છેતરપિંડી કરી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં ટોળકી પૈકીના વીઅાઇપી રોડ વૈકુંઠ અેપાટમેન્ટમાં રહેતા કિરીટ રમણ શાહ, ગોરવા શાક માકેટ મંગલપાર્ક સોસાયટીના વ્રજ મહેન્દ્ર પટેલ તેમજ મૂળ લુણાવાડા લુલાભાઇના મઢનાં અને હાલ વાસણા રોડ પર રહેતાં પન્નાબહેન મહેન્દ્ર પટેલની પોલીસે ધરપકડ કરી હતી. અા ગુનામાં વાસણા રોડ સાંઇનાથ સ્ક્વેરમાં રહેતા પ્રતીક મહેન્દ્ર પંડ્યા અને તેની પત્ની પૂજા ત્રણ વર્ષથી ફરાર હતાં. અા બંને હાલ રાજસ્થાન ઉદેપુરના સવીના ગામ સ્થિત અાકાશ ગંગા કોમ્પ્લેક્ષામાં રહેતાં હોવાની બાતમી મળતાં પોલીસની ટીમે દરોડો પાડી બંનેની ધરપકડ કરી હતી. પોલીસે બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...