તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10 ગણિતમાં16 માર્ક્સના પ્રશ્ન પાઠ્યપુસ્તક બહારના પૂછી કઢાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ 10 માં ગણિતનું પેપર અઘરું નીકળતાં વિદ્યાર્થીઅોને રડવાનો વારો આવ્યો હતો. 16 માર્ક્સના પ્રશ્નો પાઠ્યપુસ્તક બહારના પૂછવામાં આવ્યા હતા. બ્લ્યૂ પ્રિન્ટ પ્રમાણ માત્ર 15 ટકા અઘરા પ્રશ્નો પૂછી શકાય તેવો નિયમ છે, છતાં 30 ટકા કઠીન પ્રશ્નો પૂછાતાં ગણિતનું પેપર વિદ્યાર્થીઅોના પરિણામ પર સીધી અસર કરશે. ગણિતનું પેપર અઘરું નીકળવાની ચર્ચામાં શિક્ષકોના ગ્રૂપમાં પણ પેપર સેટર પાસ, વિદ્યાર્થીઅો નાપાસ જેવા મેસેજ ફરતા થયા હતા. જ્યારે ધોરણ 12 કોમર્સમાં ઇકોનોમિક્સમાં વસ્તી નિયંત્રણના ઉપાયો વિશે તથા ધોરણ 12 સાયન્સના બાયોલોજીમાં કેન્સરની ટ્રીટમેન્ટ માટેના પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

બોર્ડ પરીક્ષાઓમાં બુધવારે ધોરણ 10 ગણિતનું પેપર હતું. પેપર વિદ્યાર્થીઓને પ્રમાણમાં અઘરું લાગ્યું હતું. સ્કોલર વિદ્યાર્થીઓને વાંધો નહિ આવે પંરતુ મધ્યમ વિદ્યાર્થીઓને સ્કોર કરી નહિ શકે. ધોરણ 10 ગણિતના વિષય નિષ્ણાત દિવ્યેશ પરીખે જણાવ્યું હતું કે, આલેખ પરથી મધ્યસ્થ શોધવાનો અને વર્કનો પ્રકાર નક્કી કરવાનો પ્રશ્ન વિદ્યાર્થીનું જ્ઞાન ચકાસણી કરી લેતો પ્રશ્ન હતો. ગણિતનું પેપર વિદ્યાર્થીઅોને અઘરું લાગ્યું હતું. પાઠ્યપુસ્તક બહારના પ્રશ્નો અને બ્લ્યૂ પ્રિન્ટ કરતાં વધારે કઠિન પ્રશ્નો પૂછાતાં વિદ્યાર્થીઅો મૂંઝાઈ ગયા હતા.

બીજી તરફ ધોરણ 12 ઇકોનોમિક્સના પેપરમાં વસ્તી નિયંત્રણ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વિષય નિષ્ણાત મનીષ બારભાયાઅે જણાવ્યું હતું કે, પેપર સરળ હતું. પ્રશ્નના જવાબોમાં ખામી યુક્ત શિક્ષણ પ્રથા બેરોજગારી વધારે છે,વેપારી બેન્ક-મધ્યસ્થ બેન્કનો તફાવત,બદલા પધ્ધતિની મુશ્કેલીઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળાંતરની નકારાત્મક અસરો,કૃષિ ઉત્પાદન નીચી હોવાના કારણો, ગરીબીના નિર્દેશકો અને ઉપાયો તથા મૃત્યુ દર નીચો હોવાના કારણો વિશે પૂછવામાં આવ્યું હતું.

ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીનું પેપર સરળ નીકળ્યું હતું. વિષય નિષ્ણાત પૂર્વાધ શાહે જણાવ્યું હતું કે, કેન્સરની ટ્રીટમેન્ટમાં આપાતા દ્રવ્યની માહિતી પૂછાઇ હતી. મલેરિયા -ટાઇફોડના જંતુઓ વિશેની માહિતી પૂછાઇ હતું. વાયુ પ્રદૂષણની માટે સ્વાસ્થ્યને નુકસાન કરતા પ્રદૂષકનું માપ પૂછવામાં આવ્યું હતું. નેશનલ પાર્ક-વાઇલ્ડ લાઇફ પાર્કની સંખ્યા પણ પૂછાઇ હતી.

ભારે પવન ફૂંકાતાં શમિયાણાં ધરાશાયી

પવનના પગલે પાલિકા દ્વારા બોર્ડના પરીક્ષા કેન્દ્રોની બહાર લગાવવામાં આવેલા શમિયાણા પડી ગયા હતા. પાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલા શમિયાણામાં કોઇ પણ વ્યવસ્થા કરવામાં આવી ના હોવાની બૂમો ઊઠી છે. આ ઉપરાંત શમિયાણા પડી ગયા પછી પણ તેને ઊભા કરવાની તસ્દી લેવામાં આવી નથી. વાલીઓએ તડકામાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો.

ત્રણ વિદ્યાર્થી કોપી કરતા ઝડપાયા

બોર્ડ પરીક્ષામાં શહેરમાં પ્રથમ કોપી કેસની ઘટના નોંધાઇ હતી. જેમાં સયાજીગંજ ઝોનની બે સ્કૂલોમાંથી ત્રણ વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. જેમાં સુભાનપુરામાં આવેલી વિદ્યા વિકાસ વિદ્યાલયમાંથી બે વિદ્યાર્થીનીઓ સાહિત્ય સાથે ઝડપાઇ હતી. જયારે વિશ્વામિત્રી વિદ્યાકુંજ હાઇસ્કૂલ ખાતેથી એક વિદ્યાર્થી કોપી કરતા ઝડપાયો હતો.

19મીથી શિક્ષકો પેપર તપાસવા જશે 27મીથી વાર્ષિક પરીક્ષાનું આયોજન

વડોદરા | 19મી થી શિક્ષકો બોર્ડના પેપરો ચકાસણી માટે જશે અને 27 મી માર્ચથી વાર્ષિક પરીક્ષાનું આયોજન કરાયું છે. જોકે વગર શિક્ષકે કેવી રીતે પરીક્ષા યોજવી તે સવાલ આચાર્યોને મૂંઝવી રહ્યો છે. બોર્ડની પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે. જે પૂરી થયા પછી 19 મી માર્ચથી શિક્ષકો બોર્ડના પેપરોની ચકાસણી કરવાની કામગીરી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. બોર્ડના પેપરો ચકાસણી માટે મોટાભાગની તમામ ગ્રાન્ટેડ-સરકારી સ્કૂલોના શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે. બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સત્ર વહેલું શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો છે તે પ્રમાણે 20મી એપ્રિલથી નવું સત્ર શરૂ થશે.

શિક્ષકો વગર કેવી રીતે પરીક્ષા લેવી? આચાર્યો મૂંઝાયા

બ્લ્યૂ પ્રિન્ટ પ્રમાણે 15 ટકાના બદલે 30 ટકા અઘરા પ્રશ્નો પૂછાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો