તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય સંસ્કૃતિને આધારે કરવામાં આવતું દરેક કાર્ય સફળતા અપાવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્તપદી વિષય પર ફ્રાઈડે ઇવનિંગ ટોકમાં સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડો. બિપાશા ચૌધરીએ ઉપસ્થિતોને સંબોધ્યા.

BMA Talk

સિટી રિપોર્ટર | વડોદરા

BMA દ્વારા સપ્તપદી વિષય પર ફ્રાઈડે ઇવનિંગ ટોકમાં સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડો. બિપાશા ચૌધરીએ ઉપસ્થિતોને સંબોધ્યા હતા. ડો. બિપાશા ચૌધરીએ જણાવ્યું હતું કે લગ્ન સમયે વર -કન્યાને 7 વચનો સાથે બાંધવામાં આવે કે જેથી તેઓ તે વચનોનું પાલન કરીને સુખી ઘરસંસાર ચલાવે. પણ કોર્ટ મેરેજના વધતા ચલણના કારણે લોકોને સપ્તપદી શું છે તે ખબર જ નથી. જેથી લગ્ન ઓછા અને રિસેપશન વધુ જોવા મળે છે અને સુખી સંસાર ઓછા અને તલાક વધે છે. ભારતીય સંસ્કૃતિને આધારે કરવામાં આવતું દરેક કાર્ય સફળતા અપાવે છે.

સપ્તપદીના આધારે ફિટ રહેવાની રીત
 એક બીજાની સંભાળ રાખીશું | માઈન્ડ જો સ્ટ્રોંગ હશે ફિઝિકલ ફિટ રહેવામાં રકલીફ નથી પડે.

 એક બીજાની શક્તિ બનીને વિકસવું | કસરત કરતી વખતે દંપતીએ એક બીજા સાથે સ્પર્ધા કરવી જોઈએ. જેનાથી ફિટનેસ વધશે.

 વેલ્થની કાળજી લેવી | જેમાં આપણે પૈસાની બચત કરીએ છીએ, તેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે સ્વસ્થ મન અને શરીરની જરૂર છે.

 પોતાની હસી અને ખુશી એક બીજા સાથે શેર કરવી | જેમ દુઃખ-દર્દ અને હસી-ખુશી એક બીજાને શેર કરીએ છીએ, તેમ ફિટનેસ અંગે પણ માહિતી શેર કરવી.

 બાળકો અને પરિવારની કાળજી લઈશું | બાળકો અને પરિવારની જવાબદારી જયારે દંપતી ઉપાડતી હોય ત્યારે તંદુરસ્તીની જવાબદારી સપ્રેમ ઉપાડવી જોઈએ.

 એક સાથે હંમેશા રહીશંુ | સપ્તપદીના છઠ્ઠા પદમાં એક સાથે રહેવાના સપથ લઈએ છીએ ત્યારે કસરત કરતી વખતે જો પાર્ટનરનેે મદદ કરવી જોઈએ.

 એક બીજાના જીવનભર મિત્ર રહીશંુ | એક મિત્ર તરીકે તમે જયારે બંધનમાં બાંધવ ત્યારે તેને વઢી પણ શકીએ. જયારે સંબંધમાં આ મીઠાશ આવે ત્યારે સંબંધ અને સ્વાસ્થ્ય બન્ને સારું જ રહે. ફિઝિકલ ફિટ રહેવામાં રકલીફ નથી પડે.

અન્ય સમાચારો પણ છે...