તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Every 12 Years The Lower Circuit Blows Causing Great Damage To Small Investors 074544

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર 12 વર્ષે નીચલી સર્કિટ વાગે છે, જે નાના ઇન્વેસ્ટરને મોટું નુકસાન કરે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

bma friday talk
સિટી રિપોર્ટર . વડોદરા


BMAમાં ‘સ્ટોક માર્કેટ ટર્મોઇલ-ઓર્પ્ચ્યુનિટી ઓફ એક્ઝિટ’ વિષયે ટોક યોજાઇ હતી. જેમાં ફોર્ચ્યુન ફિસ્કલ લી.ના ડિરેક્ટર સી.એ. જગદીશ ઠક્કરે જણાવ્યું હતું કે, 15 દિવસથી સ્ટોક માર્કેટમાં ઉથલ-પાથલ છે. 13 માર્ચે નીચલી સર્કિટ લાગી હતી, જેને કારણે 45 મિનિટ સુધી માર્કેટ હોલ્ડ કરાયું હતું. 28 એપ્રિલ 1992ના રોજ હર્ષદ મહેતાએ કરેલા કૌભાંડને કારણે, 17 મે 2004ના રોજ બી.જે.પીની હારને કારણે, 17 ઓક્ટોબર 2007માં પાર્ટિસિપન્ટ ઇન્વેસ્ટરને ફાયદો નહોતો મળ્યો. 22 ઓગસ્ટ 2008માં જયારે ક્રાઈસીસ આવી હતી ત્યારે શેર માર્કેટમાં નીચલી સર્કિટ વાગી હતી. જેને કારણે નાના રોકાણકારોને કરોડોનું નુકસાન થયું હતું. જયારે પણ માર્કેટમાં નીચલી સર્કિટ વાગે ત્યારે નાના રોકાણકારોને મોટા પાયે નુકસાન થાય છે. દર 12 વર્ષે માર્કેટમાં કોઈને કોઈ કારણે નીચલી સર્કિટ વાગે છે. શેર બજારમાં રોકાણ કરવા ક્યારેય ઉધારના રૂપિયા ન લેવા જોઈએ. વોલેટમાં જે રૂપિયા હોય તેનું જ રોકાણ કરવું જોઈએ. 13 માર્ચ 2020ના રોજ કોરોના વાઇરસને કારણે 45 મિનિટ માર્કેટ ક્લોઝ થયું ત્યારે મોટા રોકાણકારોએ ખુબ જ સસ્તે ભાવે શેર ખરીદ્યાં હતા. જેને કારણે માર્કેટમાં ઓછું નુકસાન જોવા મળ્યું હતું. જો શેર માર્કેટમાં સૌથી સરળ રોકાણ કરવું હોય તો ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓના શેર ખરીદવા જોઇએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો