તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્વાયરો ચેનલની સ્ટેની માંગણી HCએ ફગાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ કંપનીને ડિસેમ્બર-2018માં પ્રદૂષણ મામલે ક્લોઝર નોટિસ આપી હતી.મામલે કંપની હાઇકોર્ટમાં જતાં કોર્ટ દ્વારા જી.પી.સી.બી.ના આદેશ સામે મનાઇ હુકમ ફરમાવવાની માંગ ફગાવી દીધી હતી.જો કંપની દ્વારા 13 જાન્યુઆરી સુધીમાં પ્રદૂષિત કચરા મામલે કોઇ ઠોસ કદમ નહીં ઉઠાવવામાં આવે તો વીજ કંપની દ્વારા વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવશે.

પ્રદૂષિત પાણીનો કચરો વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ કંપની દ્વારા મહિ નદીમાં છોડવામાં આવતો હતો.કંપની દ્વારા નિકાલ કરવામાં આવતા પ્રવાહી કચરામાં પ્રદૂષણ નિયત માત્રા કરતાં અનેક ગણું વધારે જોવા મળ્યું હતું.જેને કારણે પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ દ્વારા આ અંગેની ફરિયાદ ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડમાં કરવામાં આવી હતી.જેને કારણે જી.પી.સી.બીએ કંપનીને એક મહિનાની મુદત સાથે ક્લોઝર નોટિસ ફટકારી હતી.

જેની મુદત 13 જાન્યુઆરીના રોજ પૂર્ણ થાય છે.તેની સાથે જી.પી.સી.બી. દ્વારા વીજ કંપનીને પ્રદૂષણ ફેલાવતી કંપનીનું વીજ કનેક્શન બંધ કરવા અંગેની તાકીદ કરવામાં આવી હતી.આમ, અંદાજિત 300 જેટલા ઓદ્યોગિક એકમોને પ્રદૂષણનું પ્રમાણ સુધારવા માટે એક મહિનાની મુદત અપાઇ હતી. જી.પી.સી.બી.ની કાર્યવાહી સામે વી.ઇ.સી.એલ કંપનીએ હાઇકોર્ટમાં ધામા નાંખ્યા હતા.હાઇકોર્ટ દ્વારા જી.પી.સી.બી કંપનીની કાર્યવાહી સામે સ્ટે આપવાની વી.ઇ.સી.એલ કંપનીની માંગણીને ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...