તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહદારી સાથે એક્ટિવા ભટકાતા વૃદ્વ ચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | આજવા રોડ પરની શિવાનંદ સોસાયટીમાં રહેતા નારણભાઇ રમણભાઈ રાણા(ઉં.વ.68) ગુરુવારે સવારે 11:15 વાગ્યાની આસપાસ પોતાના એક્ટિવા પર પાણીગેટ શાક માર્કેટથી શાકભાજી લઈને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે આજવા રોડ સુલેમાની ચાલી પાસેથી ચાલતા ચાલતા જઈ રહેલ એક યુવાન સાથે અકસ્માત થતા બંને જમીન પર ઢળી પડ્યા હતા. જોકે, યુવાનને માત્ર નજીવી ઈજાહતી. જયારે એક્ટિવા ચાલક નારણભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા શુક્રવારે સવારે સારવાર દરમ્યાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...