રાજા રવિવર્માના પેઇન્ટિંગના કલેક્શનને લીધે ફતેસિંહ મ્યુઝિયમ રાજ્યમાં બેસ્ટ હોવાનો ખિતાબ

ગુજરાત ટુરિઝમના ઓનલાઇન વોટિંગમાં લોકોએ ખોબો ભરી-ભરીને વોટ આપ્યા City Pride

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 04:17 AM
Vadodara News - due to the collection of king ravi varma39s painting fateh singh museum is the best in the state 041656
શહેરના જવાહરલાલ નહેરુ માર્ગ પાસે લક્ષ્મી વિલાસ પેલેસ કમ્પાઉન્ડ ખાતે આવેલા મહારાજા ફતેહસિંહ ગાયકવાડ મ્યુઝિયમને ગુજરાત ટુરિઝમ દ્વારા રાજ્યના બેસ્ટ મ્યુઝીયમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજા રવિ વર્માના પેઇન્ટિંગ માટે જાણીતા મ્યુઝિયમને ઓનલાઇન વોટિંગમાં લોકોએ ખોબો ભરીને વોટ આપતા વડોદરાના મ્યુઝિયમે ગુજરાતના દરેક મ્યુઝિયમને પાછળ રાખીને આ સ્પર્ધા જીતી હતી તેમ મ્યુઝિયમના ક્યુરેટર મંદા હિંગુરાવે જણાવ્યું હતું. 1876માં સયાજીરાવના સમયે બનેલ શાળામાં રણજીતસિંહ ગાયકવાડ 4 ડબ્બાની ટ્રેનમાં ભણવા આવતા હતા, તે શાળાને 1951માં ગુજરાતના ગવર્નર મહેદિનવાઝ જંકના હસ્તે ઉદ્ઘાટિત કરાયું હતું. રણજિતસિંહ ગાયકવાડની ટ્રેનને હજુ સાચવી રાખવામાં આવી છે અને તેની કાળજી પણ લેવામાં આવી રહી છે.

કલેક્શન, કાળજી અને ટ્રીટમેન્ટમાં ગુજરાતભરમાં વડોદરા પ્રથમ | મહારાજા ફતેહસિંહ ગાયકવાડ મ્યુઝિયમ ક્યુરેટર મંદા હિંગુરાવે જણાવ્યું હતું ટુરિઝમ ક્ષેત્ર દ્વારા ફતેહસિંહ મ્યુઝિયમને ગુજરાતના બેસ્ટ મ્યુઝિયમનો એવોર્ડ કલેક્શન, કાળજી, વિઝીટરોનું વેલકમ અને ટ્રીટમેન્ટને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. મહિને રાજ્ય અને દેશની શાળા, કોલેજ અને સરકારી-પ્રાઇવેટ સંસ્થાના હજારો લોકો મ્યુઝિયમ જોવા આવે છે. તેમના એક્સપિરિયન્સ અને રીવ્યુના બેઝ પર આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ફતેહસિંહ ગાયકવાડ મ્યુઝિયમના આકર્ષણ

રાજા રવિવર્માના 26 પેઇન્ટિંગ

ચાયના અને જાપાનનું એશિયન કલેક્શન

ફણીન્દ્રનાથ ઘોષના સ્ક્લપ્ચરનું કલેક્શન

રાજસ્થાન અને ગુજરાતની 150થી વધુ પાઘડીઓનું કલેક્શન

વડોદરાના રાજવીઓના ઐતિહાસિક કલેક્શન

Vadodara News - due to the collection of king ravi varma39s painting fateh singh museum is the best in the state 041656
Vadodara News - due to the collection of king ravi varma39s painting fateh singh museum is the best in the state 041656
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App