તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Driver Dies After A Car Collides With A Truck Parked On The Highway 081055

હાઇવે પર ઊભેલી ટ્રક સાથે કાર અથડાતાં ચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇવે પર ઊભેલી ટ્રક પણ રાત્રીના સમયે જીવલેણ સાબિત થતી હોય છે. તાજેતરમાં વડોદરા પાસે આવા જ અેક અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું.

આજે આવા જ અેક અકસ્માતમાં ઘાયલ થયેલા અેક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગોધરાની જૂની પોસ્ટ અોફિસ વિસ્તારના ભોઇવાડામાં રહેતો સલમાન હુસેન મન્સુરી (ઉવ.23) ઇકો કાર લઇને જતો હતો. ત્યારે જરોદ હાઇવે પર ડિસન્ટ હોટેલ પાસે અેક ઊભેલી ટ્રકમાં પાછળથી ઇકોકાર ઘૂસી જતાં તેને ગંભીર ઇજાઅો થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજે 17મા દિવસે સારવાર દરમિયાન ફરજ પરના તબીબોઅે તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...