રિફાઇનરીમાંથી ટેલરમાં ધાતુની ચોરી કરતો ડ્રાઈવર પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | રિફાઇનરી કંપનીમાંથી વી એસ પ્રોજેક્ટ ગેટ નંબર 6 પરથી 15,000ની મત્તાના લોખંડના પાર્ટની ચોરી કરતો ડ્રાઈવર પકડાયો હતો. સીઆઈએસએફના કુલવિન્દરસિંગ દારાસીંગ જાટે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ રિફાઇનરી કંપનીમાં નોકરી કરે છે. રવિવારે સાંજે 7.30 વાગ્યે નોકરી પર હતા ત્યારે વી એસ પ્રોજેક્ટ ગેટ નંબર 6 પર ટાટા ટેલરનો ડ્રાઈવર લોખંડની તસ્કરી કરતાની બાતમી મળતાં ટાટા ટેલરમાં તપાસ કરતા 15,000ની લોખંડની ધાતુના પાર્ટ મળ્યા હતા. ટેલરના ડ્રાઈવર મહેશ કુમાર શ્યામગિરીની ધરપકડ કરી જવાહરનગર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...