તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Dr The Receiver39s Laptop And Phone Were Sent To Fsl For Inspection 040629

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો. યશેષ દલાલનું લેપટોપ અને ફોન તપાસાર્થે FSLમાં મોકલાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફિઝીયોથેરાપીસ્ટ યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચરનાર ડો.યશેષ દલાલના સોમવારે રિમાન્ડ પૂરા થતાં ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરતાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ ઉપરાંત ડોક્ટરના લેપટોપ, મોબાઇલ અને આઇપેડને ફોરેન્સિક તપાસમાં મોકલી આપ્યા છે. ન્યૂરો સર્જન ડો. યશેષ દલાલે ફિઝીયોથેરાપીસ્ટ યુવતીને કેરિયર ખરાબ કરવાની તેમજ ન્યધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડોક્ટર ફિઝીયોથેરાપીસ્ટને વાસદના માંડવાપુરા ગામ સ્થિત સ્વપ્ન ભૂમિ ફાર્મ તેમજ અમદાવાદના આંબાવાડી વિસ્તારની ઓયો પ્રોપર્ટીઝની એડીશન ઓ હોટલ તેમજ એરપોર્ટ પાસેની પ્રિસ્ટાઇન રેસિડેન્સિયલ હોટલમાં લઇ જતો હતો.

ક્રાઇમ બ્રાન્ચે ફાર્મ હાઉસ તેમજ બંને હોટલોમાં સર્ચ કરી મેનેજર સહિતના લોકોના નિવેદન તેમજ રજિસ્ટરના ઉતારા લીધા હતાં. આ ઉપરાંત ડોક્ટરના ઘર તેમજ હોસ્પિટલમાંથી લેપટોપ અને આઇપેડ કબજે લીધા હતા જ્યારે ડોક્ટરનો મોબાઇલ તેની પત્ની સુષ્મા અગાઉ જેપી રોડ પોલીસને આપી ગઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ, લેપટોપ અને આઇપેડને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પીડિતાએ તેના ફોટો ડોક્ટરે વોટ્સએપ સ્ટેટસ પર મૂકી વાયરલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ડોક્ટરની પત્ની સુષ્માએ મોબાઇલ હેક થઇ ગયો હોવાનો બચાવ કર્યો હોવાથી ફોટા કેવી રીતે વાયરલ થયા તે ફોરેન્સિક રિપોર્ટ બાદ જાણવા મળશે. રિમાન્ડમાંપોલીસે ડોક્ટરની પૂછતાછ કરતાં તેણે પ્લાન પૂર્વક ફસાવી દીધો હોવાની જ કેસેટ વગાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો