તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Dogs Stand Alone At Night Over Sun Filled City Bridges Plagued By Corona Virus 071207

કોરોના વાઇરસથી અભડાયેલો સન્નાટોવ્હીકલ્સથી ધમરોળાતા શહેરના પુલો પર રાત્રે હવે માત્ર કૂતરાઓનો અડિંગો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરને ધ્રુજાવતા કોરોના વાઇરસની ભૂતાવળે આખા દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જી છે ત્યારે વડોદરા શહેરમાં પણ દિવસે જ નહીં રાત્રે પણ વાહનોની અવરજવર બંધ છે. પુલોને ધમરોળતા ટુ વ્હીલર્સથી માંડીને મોટા ભારદારી ખટારાઓને લીધે પુલો પર તો બિચારા કૂતરાઓ તો આવવાની હિંમત જ નહોંતા કરતા. હવે કોરોના લોકડાઉન છે. ત્યારે માનવજીવન થંભી ગયું છે ત્યારે આ કૂતરાઅોને રાત્રેે વિશાળ પુલો પર આ સન્નાટામાં જાણે ગેલગમ્મત કરવાની મજા પડી ગઇ છે. જો આ કૂતરાઓ ન જોવાય તો રાત્રે સડકો પર જ નહીં પુલો પર પણ કોરોના વાઇરસથી અભડાયેલો વિચિત્ર સન્નાટો છવાઇ જાય છે.
અન્ય સમાચારો પણ છે...