સમા ગામમાં બપોરના સમયે રાહદારી પર કૂતરાનો હુમલો

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:05 AM IST
Vadodara News - dog attack on a pedestrian at a sama village in the afternoon 070554
સમા ગામમાં રહેતા આધેડ મંગળવારે બપોરે ગામમાંથી ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે એકાએક આવી ચઢેલા એક કૂતરાએ તેમના પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમા ગામમાં આવેલ પંચાયત ઓફિસ નજીક રહેતા ભલાભાઈ શનાભાઈ જાદવ (ઉં.વ.52) મંગળવારે બપોરે ગામમાંથી ચાલીને જઈ રહ્યા હતા. સમા ગામમાં આવેલ ઊંડા ફળિયા પાસેથી ચાલીને જતી વખતે પાછળથી દોડીને આવેલા કૂતરાએ તેમના પર તરાપ મારીને તેમને રસ્તા પર પાડી દીધા હતા. જ્યારબાદ કૂતરાએ તેમનાં નાક, કાન અને મોઢા પર બચકાં ભર્યાં હતાં. તેમણે પોતાનો સ્વબચાવ કરવા છતાં કૂતરાએ પીછો ના છોડતાં આસપાસમાંથી લોકોએ એકત્ર થઈને કૂતરાને ભગાડ્યો હતો. જ્યારબાદ તેમને સારવાર માટે લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે સમા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કૂતરાઓ અંગે રહીશો દ્વારા વારંવાર રજૂઆતો તંત્રને કરાઇ હોવાનું મનાય છે.

X
Vadodara News - dog attack on a pedestrian at a sama village in the afternoon 070554
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી