તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Does The Farmers Of Gujrut Come From Pakistan So The Debt Is Not Forgiven 042014

શું ગુુજરાતના ખેડૂતો પાકિસ્તાનથી આવ્યા છે એટલે દેવું માફ કરાતું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું ગુજરાતના ખેડૂતો પાકિસ્તાનથી આવ્યા છે એટલે ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવી રહ્યાં નથી તેવો આક્ષેપ પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે વડોદરામાં કર્યો હતો. સર્કિટ હાઉસમાં પત્રકારો સાથેના સંવાદમાં પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખે ચાલો પંચાયત અભિયાન અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગ અને યુવા રોજગાર મારો અધિકારની ઝુંબેશ કરવામાં આવનાર છે. આ બાબતની પત્રિકાઓ લઇને યુવક કોંગ્રેસના કાર્યકરો ગામડેગામડે પંચાયત પંચાયતે જશે. સારું શિક્ષણ-સારો રોજગાર માટે યુવા શક્તિ ઝુંબેશ રહેશે અને તેમાં રજિસ્ટ્રેશન માટે 7303812019 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. જેમાં, એસએમએસ દ્વારા રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે અને તેના ઉલ્લેખ સાથે ફોર્મ ભરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...